વાપસી બાદ પણ રિષભ પંત નહીં કરી શકે વિકેટકીપિંગ ? જાણો શું છે કારણ

|

Jul 02, 2023 | 6:16 PM

રિષભ પંત વર્ષ 2024માં મેદાનમાં વાપસી કરી શકે છે. જોકે, વાપસી બાદ પણ થોડા સમય માટે પંત વિકેટકીપિંગ કરી શકશે નહીં આવું BCCIના અધિકારીએ જણાવ્યું હતું.

વાપસી બાદ પણ રિષભ પંત નહીં કરી શકે વિકેટકીપિંગ ? જાણો શું છે કારણ
Rishabh Pant

Follow us on

રિષભ પંતને લઈ એક સારા અને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રિષભ પંત અત્યારે બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજામાંથી સાજો થવા પ્રયત્ન કરી રહ્યો છે અને પંતની હાલત ખૂબ જ ઝડપથી સુધરી પણ રહી છે એવામાં પંત આગામી વર્ષે ટીમમાં કમબેક કરી શકે છે આ સારા સમાચાર છે. હવે ખરાબ સમાચાર એ છે કે પંત ટીમમાં વાપસી કર્યા બાદ પણ કેટલાક સમય સુધી વિકેટકીપિંગ કરી શકશે નહીં. તેણે કીપિંગ પ્રેક્ટિસ માટે વધુ સમય લાગશે.

BCCI અધિકારીએ કર્યો ખુલાસો

BCCI એક અધિકારીએ ‘InsideSport’ સાથે વાતચીત કરતા રિષભ પંત વિશે ખુલાસો કર્યો હતો. આ અધિકારીએ જણાવ્યું હતું કે, પંત વિકેટકીપિંગ શરૂ કરશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. રિષભની ​​રિકવરી શાનદાર રહી છે. પરંતુ હાલના તબક્કે, એ કહેવું ખૂબ મુશ્કેલ હશે કે તે તરત જ વિકેટકીપિંગ શરૂ કરી શકશે કે નહીં.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વિકેટકીપિંગ શરૂ કરવામાં 6 મહિનાનો સમય લાગશે!

આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પંતને પ્રેક્ટિસમાં પરત ફર્યા બાદ વિકેટકીપિંગ શરૂ કરવામાં 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. પ્રેક્ટિસમાં પાછા ફર્યા બાદ તેને 3 મહિનાનો સમય લાગી શકે છે અથવા 6 મહિનાથી વધુ સમય પણ લાગી શકે છે. અમે આની કોઈ ખાતરી હાલ આપી શકતા નથી. આપણે બધાએ ધીરજ રાખવી પડશે. છે. રિષભની ઉંમર હજુ ઓછી છે અને તેની પાસે ક્રિકેટ રમવા માટે હજી ઘણો સમય છે. પરંતુ તેને જે પ્રકારની ઈજા છે, તેમાંથી સંપૂર્ણ સાજા થવા સમય લાગશે.

આ પણ વાંચોઃ World Cup 2023: એ 3 પ્રશ્નો, જે PCB એ ભારતમાં રમવાને લઇને પાકિસ્તાન સરકારને પૂછ્યા

દિલ્હી કેપિટલ્સની વધી શકે છે મુશ્કેલી

રિષભ પંતની વાપસી અંગે સત્તાવાર રીતે કંઈપણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વર્ષ 2024 સુધીમાં તે વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં પંત આગામી IPL સિઝન એટલે કે IPL 2024માં દિલ્હી કેપિટલ્સ પંતને વિકેટકીપિંગ તરીકે નહીં રમાડી શકે. IPL 2023માં ડેવિડ વોર્નરે પંતની જગ્યાએ દિલ્હીની કમાન સંભાળી હતી, પરંતુ ટીમને પંત જેવો કોઈ મજબૂત વિકેટકીપર મળી શક્યો નહોતો. આવી સ્થિતિમાં, આગામી વર્ષે દિલ્હીને વિકેટકીપર તરીકે પંતની જગ્યાએ અન્ય ખેલાડીને તૈયાર કરવો પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article