રિંકૂ સિહનુ ગજબનુ વર્કઆઉટ, જોઈને વિરાટ કોહલીને ભૂલી જશો, છજા પર લટકીને કરે છે કસરત! Watch Video

|

Apr 14, 2023 | 9:12 AM

IPL 2023, KKR VS SRH: શુક્રવારે ઈડન ગાર્ડન્સ પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાનારી છે, અમદાવાદમાં ધમાલ મચાવ્યા બાદ કોલકાતા રિંકૂ સિંહ પાસે આવી જ અપેક્ષા રાખશે.

રિંકૂ સિહનુ ગજબનુ વર્કઆઉટ, જોઈને વિરાટ કોહલીને ભૂલી જશો, છજા પર લટકીને કરે છે કસરત! Watch Video
Rinku Singh workout Video

Follow us on

IPL 2023 ની ગત રવિવારે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ લગભગ ગુજરાત ટાઈટન્સે પોતાના પક્ષે બનાવી લીધી હતી. પરંતુ અંતિમ ઓવરના અંતિમ પાંચ બોલ પર ગુજરાતે મેચ ગુમાવી દીધી હતી. કારણ રિંકૂ સિંહ હતો, જેણે ગુજરાતના મોં એ આવેલો કોળીયો છિનવી લીધો હતો. કોલકાતાએ 3 વિકેટથી આ મેચ જીતી લીધી હતી. રિંકૂ સિંહે 29 રનની જરુર માટે લાગલગાટ 5 છગ્ગા ફટકાર્યા હતા. રિંકૂ સિંહ આ પાંચ છગ્ગા વડે દુનિયાભરમાં ચર્ચાનુ કારણ બન્યો હતો. રિંકૂની આ પાંચ છગ્ગાની તાકાત તેણે એમ જ પેદા કરી નથી, આ માટે તે ખૂબ જ વર્કઆઉટ કરે છે, જોકે તેના વર્કઆઉટ કરવાનુ જોઈ તમે પણ આશ્ચર્ય અનુભવશો.

શુક્રવારે ઈડન ગાર્ડન્સ પર કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાને ઉતરશે. હૈદરાબાદ સામેની હોમગ્રાઉન્ડ પર મેચને લઈ કોલકાતા હોટફેવરીટ માની શકાય. અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આત્મવિશ્વાસને તોડતા કોલકાતાએ જીત મેળવી હતી. હવે હૈદરાબાદ સામે કોલકાતા વધારે ભારે મેચ પહેલા જ અહીં નજર આવી રહ્યુ છે. જોકે આ મેચમાં રિંકૂ પાસે કોલકાતાના દર્શકો ઘર આંગણે અમદાવાદ વાળા અંદાજને જોવાની આશા રાખશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

આ પણ વાંચોઃ IPL 2023: રવિચંદ્રન અશ્વિન પર આચાર સંહિતા ભંગની કાર્યવાહી, અંપાયરને નિયમ સમજાવવા જતા દંડ ફટકાર્યો

ઘરના છજાં પર લટકીને કરે છે કસરત

આમ તો ક્રિકેટરો અને અભિનેતાઓ અને અન્ય મજબૂત બાંધાના દેખાતા લોકો જીમનો ઉપયોગ કરતા હોય છે. જીમના અદ્યતન સાધનો વડે ક્રિકેટરો સહિતના લોકો પોતાના શરીરને ફિટ અને સુડોળ રાખવા માટે વર્કઆઉટ કરતા હોય છે. સમયાંતરે તેના વિડીયો અને તસ્વીરો પણ આ લોકો શેર કરતા રહેતા હોય છે. જોકે પાંચ-પાંચ છગ્ગા જમાવનારો રિંકૂ સિંહ પોતાને ફિટ રાખવા માટે જે રીત અપનાવે છે, એ જોઈને આશ્ચર્ય સર્જાય એમ છે. રિંકૂ ઘરના છજા પર લટકીને કસરકત કરે છે. જુઓ વિડીયો.

 

 

રિંકૂ સિંહ પોતાના ઘરના છજા પર આમ લટકીને પોતાને મજબૂત રાખવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને આ પ્રકારના વર્કઆઉટ વડે પોતાના બેક મસલ્સ મજબૂત કરવામાં આવતા હોય છે. મોટે ભાગે વર્કઆઉટ બાર પર લટકીને કરવામાં આવતુ હોય છે. પરંતુ છગ્ગા બાજ રિંકૂ સિંહ આ માટે બારના બદલે ઘરના છજાનો સારો ઉપયોગ કરે છે. રિંકૂએ જાતે જ પોતાનો આ વિડીયો શેર કર્યો છે. જેને ચાહકો ખૂબ પંસદ કરી રહ્યા છે.

મોટે ભાગે ફિટનેસને લઈ વિરાટ કોહલી અને ધોનીને જ નજર સામે રાખવામાં આવતા હોય છે. જ્યારે પણ ફિટ ખેલાડીની વાત નિકળે એટલે ચર્ચા ધોની અને કોહલીના નામથી જ શરુ થતી હોય છે. પરંતુ રિંકૂ સિંહના આ વિડીયોને જોઈને તેની ફિટનેસને લઈ કંઈજ કહેવા કે બોલવા માટે રહેતુ નથી. રિંકૂની બોડી જબરદસ્ત છે અને તેના ફેટ પર્સેન્ટેજ ખૂબ જ ઓછા છે, જેને લઈ તેના મસલ્સ નજર આવી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ IPL 2023: હાર્દિક પંડ્યાને ચેમ્પિયન બનાવવાનો જુસ્સો કોણે પૂર્યો, કેપ્ટનશીપ માટે કોણે સંપર્ક કર્યો? નતાશાએ કર્યા ખુલાસા!

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 9:04 am, Fri, 14 April 23

Next Article