IND vs NZ: ભારતીય વિકેટ કીપર બેટ્સમેને ન્યુઝીલેન્ડમાં મચાવી ધમાલ , 26 બોલમાં તોફાન સર્જયુ, તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ

|

Feb 22, 2022 | 12:32 PM

18 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેને ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં 26 બોલમાં એવું તોફાન મચાવ્યું છે કે 14 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તૂટી ગયો છે.

IND vs NZ: ભારતીય વિકેટ કીપર બેટ્સમેને ન્યુઝીલેન્ડમાં મચાવી ધમાલ , 26 બોલમાં તોફાન સર્જયુ, તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ
Richa Ghosh ની આક્રમક રમત જોકે એળે ગઇ હતી

Follow us on

ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) સામેની ODI શ્રેણીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women’s Team) ની હાલત નાજુક છે. ટીમનું પ્રદર્શન ક્રિકેટ ચાહકોને નિરાશ કરનારું છે. પરંતુ, આ નિરાશા વચ્ચે, આશાથી ભરેલી કેટલીક પાળીઓ જોવા મળી, જેના કારણે એવું લાગી રહ્યું છે કે આવતીકાલ સારી રહેશે. આવી જ એક ઇનિંગ ભારતીય ટીમની 18 વર્ષની વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષે (Richa Ghosh) રમી છે. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં તેણે 26 બોલમાં એવું તોફાન મચાવ્યું છે કે 14 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તૂટી ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં રમાયેલી તેની વિસ્ફોટક ઇનિંગ્સ જોકે ટીમને જીત અપાવવામાં મદદ કરી શકી ન હતી.

વરસાદથી પ્રભાવિત ચોથી ODIમાં ન્યૂઝીલેન્ડે ભારતીય મહિલાઓને 20 ઓવરમાં 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 17.5 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ 128 રનમાં 52 રન એકલા રિચા ઘોષે બનાવ્યા હતા. ટીમને જીત ન મળી, પરંતુ આ તોફાની ઇનિંગ્સ દરમિયાન તેણે શાનદાર પ્રદર્શન કર્યું.

રિચા ઘોષે ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો ભારતીય રેકોર્ડ તોડ્યો

હવે રિચા ઘોષ મહિલા ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનારી બેટ્સમેન બની ગઈ છે. પોતાની 52 રનની ઇનિંગ દરમિયાન તેણે માત્ર 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વિશ્વ ક્રિકેટમાં માત્ર 6 મહિલા બેટ્સમેન છે જેમણે 26 કે તેનાથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રિચા ઘોષે સૌથી ઝડપી અડધી સદીનો 14 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે. અગાઉ આ ભારતીય રેકોર્ડ રુમેલી ધર ના નામે હતો. રુમેલી ધરે વર્ષ 2008માં શ્રીલંકા સામે 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

મહિલા વનડે માં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય વિકેટકીપર

રિચા ઘોષે ન્યૂઝીલેન્ડ સામે તેની 52 રનની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તે મહિલા વનડેમાં સૌથી વધુ સિક્સર મારનારી ભારતીય વિકેટકીપર બની ગઈ છે. આ પહેલા બાકીના વિકેટકીપરોએ મળીને માત્ર 4 સિક્સર ફટકારી છે. એટલે કે 18 વર્ષની રિચા ઘોષે પોતાની એક ઇનિંગથી બે રેકોર્ડ તોડ્યા છે.

 

આ પણ વાંચોઃ IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ટક્કરમાં 200 રનનો આંકડો વાત વાતમાં પાર થઇ જાય છે, જાણો અત્યાર સુધીના 5 સૌથી મોટા સ્કોર

 

આ પણ વાંચોઃ PSL 2022: કેચ છોડ્યો તો બદલામાં સિનીયરે થપ્પડ ઘસી દીધી, Live મેચમાં જ પાકિસ્તાની ખેલાડીએ અપમાનજનક હરકત કરી, જુઓ Video

 

Published On - 12:32 pm, Tue, 22 February 22

Next Article