RCB vs SRH Prediction Playing XI IPL 2022: બેંગ્લોરને પોતાનુ જ જૂનુ હથિયાર તેની પર જ કરશે વાર! હૈદરાબાદ પણ છે તૈયાર

|

Apr 23, 2022 | 11:12 AM

RCB vs SRH Playing XI Prediction in Gujarati:બેંગ્લોર અને હૈદરાબાદે છેલ્લી કેટલીક મેચોમાં તેમની પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફાર કર્યા નથી અને આ વખતે પણ તેમજ રહેવાની અપેક્ષા છે.

RCB vs SRH Prediction Playing XI IPL 2022: બેંગ્લોરને પોતાનુ જ જૂનુ હથિયાર તેની પર જ કરશે વાર! હૈદરાબાદ પણ છે તૈયાર
RCB vs SRH Prediction Playing XI: સુંદરની પરત ફરવાની આશા

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (RCB vs SRH) એ અત્યાર સુધી IPL 2022 માં વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને હૈદરાબાદે જબરદસ્ત વાપસી કરી છે. કેન વિલિયમસન (Kane Williamson) ની આગેવાની હેઠળની ટીમે પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત ચાર મેચ જીતીને પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી છે. હવે આ બંને ટીમો એકબીજા સાથે ટકરાશે. બંને ટીમો સારી લયમાં છે અને આવી સ્થિતિમાં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ કઠિન સ્પર્ધાની સાક્ષી બની શકે છે. સતત જીત નોંધાવ્યા પછી, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ટીમોની પ્લેઈંગ ઈલેવન (RCB vs SRH Playing XI Prediction) માં કોઈ ફેરફાર થશે?

બંને ટીમોની અત્યાર સુધીની મેચો પર નજર કરીએ અને તેમાં થયેલા ફેરફારો પર નજર કરીએ તો આ મેચમાં મોટા ફેરફારોની કોઈ આશા કે શક્યતા દેખાતી નથી. બંને ટીમો લગભગ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે મેદાનમાં આવી રહી છે અને જે ખેલાડીઓ મેદાનમાં ઉતરી રહ્યા છે તેમાંથી મોટાભાગના ખેલાડીઓ કોઈને કોઈ સમયે સારું પ્રદર્શન કરી રહ્યા છે. જોકે, તે પછી પણ એક-બે જગ્યાએ ફેરફાર થઈ શકે છે.

વોશિંગ્ટન સુંદર પરત આવશે!

સનરાઇઝર્સથી શરૂ કરીને, અહીં દેખીતી રીતે જ મોટો ફેરફાર થવાનો છે અને તે વોશિંગ્ટન સુંદર આ મેચ માટે ફિટ છે કે નહીં તેના પર નિર્ભર રહેશે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન સુંદરને ઈજા થઈ હતી, જેના કારણે તે છેલ્લી બે મેચ રમી શક્યો નહોતો. હવે જો તે ફિટ છે, તો તે તેની ભૂતપૂર્વ ટીમ સામે રમવા માટે પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરશે તેની ખાતરી છે. તો કોને બહાર નિકાળવો જોઈએ?

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

સુંદરની જગ્યાએ જગદીશા સુચિતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્પિનર-ઓલરાઉન્ડરે બંને મેચમાં ઉપયોગી બોલિંગ કરી અને 1-1 વિકેટ લીધી. જો કે તેને બેટથી પોતાની તક બતાવવાની તક મળી ન હતી. બીજી તરફ શશાંક સિંહ બેટિંગ ઓલરાઉન્ડર છે, પરંતુ તેને ચાર મેચમાં એક પણ તક મળી નથી અને તેની પહેલાથી જ મજબૂત બોલિંગને કારણે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કમનસીબે, શશાંકને જગ્યા બનાવવી પડશે.

અનુજ રાવતને મળશે અંતિમ તક!

બીજી તરફ બેંગ્લોર છે. ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી આ ટીમે 7માંથી 5 મેચ જીતી છે અને લગભગ દરેક જીતમાં એક નવો સ્ટાર ઉભરી આવ્યો છે. છેલ્લી મેચમાં સુકાની ડુ પ્લેસિસે 96 રનની ઇનિંગ રમીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. બોલિંગ પણ પહેલા કરતા હવે સારી દેખાઈ રહી છે. માત્ર વિરાટ કોહલી અને અનુજ રાવત જ મુક્તપણે રન બનાવી શકતા નથી. કોહલી તો રહેશે, પણ અનુજ રાવતનું શું થશે? જો આ સિઝનમાં આરસીબીની પદ્ધતી સમજાય તો ટીમ અનુજને ઓછામાં ઓછી એક વધુ તક આપશે. જો તે કામ ન કરે તો મહિપાલ લોમરોડ પર અજમાયશી થઈ શકે છે.

RCB vs SRH સંભવિત પ્લેઇંગ XI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ અને મોહમ્મદ સિરાજ.

સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર/શશાંક સિંહ, જગદીશા સુચિત, ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસન, ટી નટરાજન અને ઉમરાન મલિક.

 

આ પણ વાંચો : IPL 2022 Points Table: ગુજરાત પાસેથી નંબર 1 નુ સ્થાન રાજસ્થાને છીનવ્યુ, હારીને પણ દિલ્હીને કોઈ નુકશાન નહીં

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: જોસ બટલરે જાળવી રાખ્યો છે દબદબો, ટોચના સ્થાનની આસપાસ કોઈ ફરકી શક્યુ નથી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 11:10 am, Sat, 23 April 22

Next Article