RCB vs PBKS Playing XI IPL 2022: બેંગ્લોરે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી, પંજાબ કરશે પ્રથમ બેટીંગ, જાણો પ્લેયીંગ ઈલેવન

RCB vs PBKS IPL 2022: જો આ મેચમાં બેંગ્લોર જીતે છે, તો તેનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે, જ્યારે પંજાબનો રસ્તો લગભગ સમાપ્ત થઈ જશે.

RCB vs PBKS Playing XI IPL 2022: બેંગ્લોરે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી, પંજાબ કરશે પ્રથમ બેટીંગ, જાણો પ્લેયીંગ ઈલેવન
RCB vs PBKS: મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં થઇ રહી છે ટક્કર
| Edited By: | Updated on: May 13, 2022 | 7:36 PM

IPL 2022 માં ગુજરાત ટાઇટન્સ સાથે પ્લેઓફમાં કઇ ટીમ એન્ટ્રી મેળવશે, તે હજુ નક્કી થયું નથી. આ દિશામાં શુક્રવાર 13મી મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ (RCB vs PBKS) ની ટક્કરથી ચિત્ર થોડું વધુ સ્પષ્ટ થતું જોવા મળશે. IPLની 60મી મેચમાં બંને ટીમો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ટકરાશે. બેંગ્લોરના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જો બેંગ્લોર આ મેચ જીતી જશે તો તેની પ્લેઓફ (IPL 2022 Play-Off) ની આશા મજબૂત થશે અને તેનુ સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. બીજી તરફ પંજાબને મેચમાં ટકી રહેવા માટે અહીં જીત નોંધાવવી પડશે.

આ બંને ટીમો વચ્ચે આ સિઝનની આ બીજી મેચ છે. પંજાબ અને બેંગ્લોરે આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ એકબીજા સામે રમી હતી અને તેમાં ઘણા રન હતા. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 205 રનનો મોટો સ્કોર ખડક્યો હતો, પરંતુ પંજાબે તેને કોઈ મુશ્કેલી વિના સરળતાથી મેળવી લીધો અને મેચ 5 વિકેટે જીતી લીધી. આવી સ્થિતિમાં, બેંગ્લોર આજે આ મેચનો બદલો પૂરો કરીને પંજાબને વધુ મોટો ઝટકો આપવાના મૂડમાં મેદાને ઉતરશે.

પંજાબે મોટો ફેરફાર કર્યો

જો આપણે પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો બેંગ્લોરે તેની સાતત્યતા જાળવીને આ સીઝનમાં ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ખરાબ ફોર્મ હોવા છતાં મોહમ્મદ સિરાજ પર આત્મવિશ્વાસ ફરી વળ્યો છે. જ્યાં સુધી પંજાબનો સવાલ છે ત્યાં સુધી માત્ર મધ્યમ ઝડપી બોલર સંદીપ શર્માને પડતો મૂકવામાં આવ્યો છે. વિરાટ કોહલી સામે સંદીપનો રેકોર્ડ શાનદાર છે અને તેણે તેને 7 વખત આઉટ કર્યો છે. જોકે, તેના સ્થાને ડાબોડી સ્પિનર ​​હરપ્રીત બ્રારને લેવામાં આવ્યો છે, જેણે ગત સિઝનમાં બંને મેચમાં કોહલીને આઉટ કર્યો હતો. કોહલી ઉપરાંત ડુ પ્લેસિસ અને મેક્સવેલ પણ ડાબા હાથના સ્પિનરો સામે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ સિઝનનુ પ્રદર્શન

આ સિઝનમાં પ્રદર્શનની વાત કરીએ તો, બેંગ્લોરે અત્યાર સુધી 12 મેચ રમી છે અને ફાફ ડુ પ્લેસિસની ટીમે 7 જીત અને 14 પોઈન્ટ સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ પંજાબ કિંગ્સે સારી શરૂઆત બાદ સાતત્ય ગુમાવ્યું અને આ જ કારણ છે કે 11 મેચમાં ટીમ માત્ર 5 મેચ જીતી શકી છે અને 10 પોઈન્ટ સાથે 8માં સ્થાન પર છે.

RCB vs PBKS: આવી છે બંનેની પ્લેયીંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેયરિસ્ટો, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

Published On - 7:28 pm, Fri, 13 May 22