IPL 2023 : કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ, આઈપીએલમાં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો

|

May 21, 2023 | 10:24 PM

ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. વિરાટ અને ફાફ ડુ પ્લેસીની ઓપનિંગ જોડીએ બેંગ્લોરની ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. પ્લેઓફ માટેની મહત્વની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સેન્ચુરી મારી હતી. તે આઈપીએલમાં સૌથી વધારે સેન્ચુરી બનાવનાર ખેલાડી પણ બન્યો છે. 

IPL 2023 : કોહલીનો વિરાટ રેકોર્ડ, આઈપીએલમાં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો
Virat Kohli scored his second consecutive century

Follow us on

આઈપીએલ 2023ની 70મી અને અંંતિમ મેચ આજે બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની આ મેચ વરસાદને કારણે 8.25 કલાકે શરુ થઈ હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. વિરાટ અને ફાફ ડુ પ્લેસીની ઓપનિંગ જોડીએ બેંગ્લોરની ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. પ્લેઓફ માટેની મહત્વની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સેન્ચુરી મારી હતી. તે આઈપીએલમાં સૌથી વધારે સેન્ચુરી બનાવનાર ખેલાડી પણ બન્યો છે.

આ સિઝનમાં હાલમાં હૈદરાબાદ સામે સેન્ચુરી માર્યા બાદ વિરાટ કોહલીએ ગુજરાત સામેની મેચમાં પણ સતત બીજી સેન્ચુરી ફટકારી છે. આઈપીએલ ઈતિહાસમાં તે સૌથી વધારે 7 સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો છે. તે બેંગ્લોર માટે પણ સૌથી વધારે સેન્ચુરી બનાવનાર ખેલાડી બન્યો છે. વિરાટ કોહલીએ આજે 60 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. ઓપનિંગ માટે આવેલા વિરાટ કોહલીએ આજે 61 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. તેણે આજે 165.57ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

કોહલીની સાતમી સેન્ચુરી

 

આઈપીએલમાં સૌથી વધારે સેન્ચુરી

  • વિરાટ કોહલી – 7 સેન્ચુરી
  • ક્રિસ ગેઈલ – 6 સેન્ચુરી
  • જોસ બટલર – 5 સેન્ચુરી

IPLમાં 600થી વધુ રન ધરાવતા બેટ્સમેન

  • 4 – કેએલ રાહુલ (2018, 2020, 2021, 2022)
  • 3 – વિરાટ કોહલી (2013, 2016, 2023)
  • 3 – ડેવિડ વોર્નર (2016, 2017, 2019)
  • 3 – ક્રિસ ગેલ (2011, 2012, 2013)
  • 2 – ફાફ ડુ પ્લેસિસ (2021, 2023)

પુરુષોની T20 ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી

  • 22 – ક્રિસ ગેલ
  • 9 – બાબર આઝમ
  • 8 – માઈકલ ક્લિન્ગર
  • 8 – ડેવિડ વોર્નર
  • 8 – એરોન ફિન્ચ
  • 8 – વિરાટ કોહલી

આઈપીએલની કઈ સિઝનમાં કેટલી સેન્ચુરી થઈ ?

  • 2023 આઈપીએલ સિઝન- 10*
  • 2022 આઈપીએલ સિઝન- 8
  • 2016 આઈપીએલ સિઝન – 7
  • 2008, 2011, 2012, 2019 આઈપીએલ સિઝન – 6
  • 2017, 2018, 2022 આઈપીએલ સિઝન – 5
  • 2020, 2013, 2015, 2021 આઈપીએલ સિઝન – 4
  • 2014 આઈપીએલ સિઝન – 3
  • 2009 આઈપીએલ સિઝન – 2

આઈપીએલ 2023માં કોણે કોણે સેન્ચુરી ફટકારી ?

  • હેનરિક ક્લાસેન – 104 રન
  • હેરી બ્રુક- 100* રન
  • શુભમન ગિલ -101 રન
  • યશસ્વી જયસ્વાલ – 124 રન
  • વિરાટ કોહલી -100 રન
  • સૂર્યકુમાર યાદવ – 103 રન
  • વેંકટેશ અય્યર – 104 રન
  • પ્રભસિમરન સિંહ – 103 રન
  • કેમરુન ગ્રીન – 100 રન
  • વિરાટ કોહલી – 101* રન

ગુજરાત ટાઈટન્સે જીત્યો હતો ટોસ

 

ગુજરાત ટાઇટન્સ :  શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા ( વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી, યશ દયાલ

ગુજરાત ટાઇટન્સ સબ્સ: વિજય શંકર, કેએસ ભરત, શિવમ માવી, સાંઇ કિશોર, અભિનવ મનોહર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, અનુજ રાવત, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશક

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સબ્સ: હિમાંશુ શર્મા, એસ પ્રભુદેસાઈ, ફિન એલન, સોનુ યાદવ, આકાશ દીપ

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:04 pm, Sun, 21 May 23

Next Article