ચેન્નાઈ સુપર કિંગ્સે IPL Final માં જીત મેળવીને પાંચમી વાર આઈપીએલ ચેમ્પિયન બન્યુ છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ચેન્નાઈએ બરાબરી કરી લીધી છે. મુંબઈ અને ચેન્નાઈ બંને ટીમ પાંચ-પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન બન્યા છે. પાંચમુ ટાઈટલ મેળવવા માટે અંતિમ બોલની લડાઈ રવિન્દ્ર જાડેજાએ લડી હતી. તેના વિજયી ચોગ્ગાએ ચેન્નાઈને ચેમ્પિયન બનાવી દીધુ હતુ. અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ ચેમ્પિયન બન્યુ હતુ. જાડેજાના વિજયી ચોગ્ગા સાથે જ તેમના પત્નિ રિવાબા જાડેજાના આંખમાંથી હર્ષના આંસૂઓ સરી પડ્યા હતા.
રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈની બેટિંગ ઈનીંગના અંતિમ બે બોલ પર 10 રનની જરુર હતી. જાડેજા સ્ટ્રાઈક પર હતો અને તેણે પહેલા છગ્ગો ફટકરતા અંતિમ બોલ પર જીત માટે 4 રનની જરુર હતી. જાડેજાએ અંતિમ બોલ પર વિજયી ચોગ્ગો ફટકારી દીધો હતો અને આમ ગુજરાત સામે અમદાવાદમાં જાડેજાએ ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યુ હતુ.
ચેન્નાઈને ટ્રોફી જીતાડતી બેટિંગ કર્યા બાદ રિવાબા પતિની વિજયી લડાઈની પળને જોઈ આંખમાંથી આંસૂ સરી પડ્યા હતા. રિવાબાના આંસૂ હર્ષના હતા. જે પળ માટે દુનિયાભરની નજર જાડેજા પર હતી અને એ કામ પાર પાડવામાં પતિ રવિન્દ્રસિંહ સફળ રહ્યો હતો. આંખમાં આંસૂ બાદ રિવાબા જાડેજા પોતાના પતિને શુભેચ્છા આપવા માટે મેદાનમાં પહોંચ્યા હતા. જ્યાં રિવાબા પતિ રવિન્દ્ર જાડેજાને મેદાનમાં જ પગે પડીને ચરણસ્પર્શ કર્યા હતા. જાડેજાને પગે લાગ્યા બાદ રિવાબા ગળે ભેટી પડ્યા હતા. રિવાબા એકદમ ઈમોશનલ જોવા મળ્યા હતા અને તેમનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે.
युगों युगों से चलती आ रही क्षात्र परंपरा. pic.twitter.com/euprzckskS
— Parikshit Singh Pratihar (@Pratihar_07) May 30, 2023
રિવાબા અનેક વાર આઈપીએલ સિઝન દરમિયાન ક્રિકેટના સ્ટેડિયમમાં ચેન્નાઈને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. ફાઈનલમા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિવાબા અંતિમ ઓવર દરમિયાન અન્ય ફેન્સની જેમ જ ચિંતામાં નજર આવતા હતા. જાડેજાએ ચિંતાની આ પળ વચ્ચે જ ચોગ્ગો ફટકારીને માહોલ ખુશીઓમાં ફેરવી દીધો હતો.
#RavindraJadeja #RivaBaJadeja #MSDhoni #GTvCSK #GTvsCSK
Ravindra Jadeja’s wife touched Jadeja’s feet after the victory last nightpic.twitter.com/g7r5mArM2Q— (@superking1816) May 30, 2023
ચેન્નાઈને ચેમ્પિયન બનાવનાર આ એ જ રવિન્દ્ર જાડેજા છે, જેની વિકેટ પર સિઝનમાં અગાઉ કેટલાક લોકો જશ્ન મનાવતા હતા. ધોનીને મેદાનમાં બેટિંગ કરતો જોવા માટે થઈને કેટલાક ક્રિકેટ ચાહકો જાડેજાની વિકેટ પડવાની રાહ જોતા હતા. આ વાત જાડેજાએ ખુદ ઈશારા ઈશારામાં બતાવી હતી. આ તેનુ દર્દ હતુ. પરંતુ ગોલ્ડન ડક ધોની બાદ જાડેજાએ અમદાવાદમાં ચેન્નાઈ માટે અંતિમ બોલ પર કમાલ કરી દીધો હતો.
Published On - 8:49 pm, Tue, 30 May 23