ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે લખનૌમાં ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાઇ હતી. આ મેચ સાથે ઇજાથી આરામ પર રહેલા ભારત નો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પરત ફર્યો હતો. આજે તેને બેટીંગ ઇનીંગમાં બેટ વડે પ્રદર્શનની પૂરતી તક મળી શકી નહોતી, પરંતુ બોલીંગમાં તેણે પૂરો દમ લગાવ્યો હતો. જાડેજાને બેટીંગમાં 4 બોલ રમવાનો મોકો મળ્યો હતો અને જેમાં તેણે 3 રન બનાવ્યા હતા. જોકે બોલીંગ વડે તેણે એક વિકેટ ઝડપી હતી. જોકે બોલીંગ વડે તેણે એક વિકેટ ઝડપી હતી. મહત્વની વિકેટ બાદ તુરત જ તેણે અલ્લૂ અર્જૂને (Allu Arjul) પુષ્પા ફિલ્મમાં ડાયલોગ સાથેના અંદાજ માં જશ્ન મનાવ્યો હતો.
ભારતીય ટીમે લખનૌમાં રમાયેલી ટી20 સિરીઝની પ્રથમ મેચમાં 199 રનનો સ્કોર શ્રીલંકા સામે ખડક્યો હતો. જવાબમાં રન ચેઝ કરવા માટે મેદાને ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે મુશ્કેલી અનુભવી રહી હતી. પહેલા બોલે જ શૂન્ય રનના સ્કોરે જ વિકેટ ગુમાવ્યા બાદ એક બાદ એક ઝડપ થી વિકેટ ગુમાવી હતી. જોકે, અસાલંકાની રમતે શ્રીલંકાની લાજ જાળવી હતી. અને 20 ઓવર પૂરી રમી હતી. ભારતે મેચને 62 રને જીતી લીધી હતી.
પરંતુ મેચમાં ઇશાન કિશન, રોહિત શર્મા અને શ્રેયસ અય્યરની આક્રમક રમત ની આતશબાજી સાથે રવિન્દ્ર જાડેજાએ ઝડપેલી એક વિકેટ પણ ખૂબ પસંદ આવી રહી છે. આ વિકેટ મહત્વની હતી. જે શ્રીલંકન વિકેટકીપર બેટ્સમેન દિનેશ ચાંદિમલની જાડેજાએ ઝડપી હતી. જોકે તે વિકેટ ઝડપવા સાથે જાડેજાએ વિકેટનો મનાવેલ જશ્ન ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો. કારણ કે જશ્ન ફિલ્મી સ્ટાઇલની હતો, એ પણ ખૂબ ચર્ચામાં રહેલી પુષ્પા ફિલ્મના અંદાજમાં. જાડેજાએ વિકેટ બાદ ઝુકેગા નહિંના ડાયલોગ વાળા અંદાજમાં દાઢી નિચે હાથ ફેરવવાની સ્ટાઇલ કરીને વિકેટનો જશ્ન મનાવ્યો હતો. જે ખૂબ વાયરલ થવા લાગ્યો હતો.
JADEJA Reaction : THAGGEDHE LEE 🔥😎#Pushpa Mania Still Continues 🦁💥@alluarjun😍 @imjadeja 🤩 pic.twitter.com/Nct23MmEeJ
— Varun Arjun (@VarunArjun18) February 24, 2022
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેની અંતિમ આંતરાષ્ટ્રીય મેચ ગત વર્ષ નવેમ્બરમાં રમી હતી. ન્યુઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટ મેચ રમવા બાદ થી તે ટીમ ઇન્ડિયાથી દૂર હતો. આ પહેલા તે પોતાની અંતિમ ટી20 મેચ વિશ્વકપ દરમિયાન રમ્યો હતો. જેના બાદ ઘર આંગણાની ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની સિરીઝ પણ ઇજાને લઇને આરામ પર હોઇ ગુમાવી હતી. હવે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે, સાથે જ તેની પાસે શ્રીલંકા સામેની સિરીઝમાં મોટી અપેક્ષા સેવાઇ રહી છે.
Published On - 10:55 pm, Thu, 24 February 22