IPL 2023 Final: રવીન્દ્ર જાડેજાએ કર્યું દિલ જીતી લેનારું કામ, જે બેટથી ટાઇટલ જીતાડ્યું તે બેટ ગિફટમાં આપ્યું

|

Jun 01, 2023 | 12:52 PM

Ravindra Jadeja:રવિન્દ્ર જાડેજાએ છેલ્લી બે બોલમાં 10 રન બનાવ્યા અને તે બેટ ગિફ્ટ કર્યું જેના વડે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને IPL-2023નું ટાઇટલ જીતાડ્યું.

IPL 2023 Final: રવીન્દ્ર જાડેજાએ કર્યું દિલ જીતી લેનારું કામ, જે બેટથી ટાઇટલ જીતાડ્યું તે બેટ ગિફટમાં આપ્યું

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ પોતાને નામ કર્યો છે. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પાંચમી વખત ટ્રોફી પોતાને નામ કરવામાં સફળ રહી છે. ફાઈનલમાં આ ટીમે ગુજરાત ટાઈટન્સને હાર આપી હતી. ચેન્નાઈને આ જીત સરળતાથી મળી ન હતી. ચેન્નાઈ છેલ્લા બોલ સુધી ટક્કર આપી અને એક સમયે ચેન્નાઈના ચાહકોને લાગતું હતુ કે, ટીમ જીતી શકશે નહિ પરંતુ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા 2 બોલ પર મેચને પલટાવી નાંખી હતી અને ચેન્નાઈને જીત અપાવી હતી. આ જીત બાદ જાડેજાએ દિલ જીતનારું કામ કર્યું હતુ.

છેલ્લી ઓવરમાં ચેન્નાઈને 13 રનની જરુર હતી. છેલ્લી ઓવર નાંખી રહેલા મોહિત શર્માએ શાનદાર બોલિગ કરી અને 4 બોલમાં શાનદાર યોર્કર નાંખ્યા, ત્યારબાદ છેલ્લા બે બોલ પર ચેન્નાઈને જીતવા માટે 10 રનની જરુર હતી. જાડેજાએ પાંચમા બોલ પર સિક્સ અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ગિફટમાં આપ્યું બેટ

ત્યારબાદ ચેન્નાઈની ટીમ અને તેના ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આખું સ્ટેડિયમ જાડેજાની આ જીતના હીરો બની ગયા હતા. જાડેજાએ જીત બાદ ચેન્નાઈની ટીમની સાથે આ સીઝન ડ્રેસિંગ રુમ શેર કરનાર અજય મંડલને એક ખાસ ગિફટ આપી હતી. જાડેજાએ જે બેટથી ચેન્નાઈને જીત અપાવી તે બેટ અજયને ગિફટ કર્યું હતુ. અજયે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ જાણકારી શેર કરી છે.

 

અજયે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બેટનો ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, રવિન્દ્ર જાડેજાએ ફાઈનલ મેચમાં છેલ્લા બે બોલ પર 10 રન જે બેટથી બનાવ્યા છે. તે તેમને ગિફટ કર્યું છે. તેમણે જાડેજાને આ ગિફટ માટે આભાર માન્યો છે સાથે ચેન્નાઈની ફેન્ચાઈઝીનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, જાડેજાની સાથે ડ્રેસિંગ રુમ શેર કરવાની તક પણ આપી.

કોણ છે અજય મંડલ

અજય મંડલનો મધ્યપ્રદેશમાં જન્મ થયો છે. તે હાલમાં ધરેલું ક્રિકેટમાં છત્તીસગઢ માટે રમે છે, અજય ઓલરાઉન્ડર છે. તે ડાબોડી સ્પિનર છે અને ડાબોડી બેટ્સમેન છે. ચેન્નાઈે આ સીઝન અજયને 20 લાખ રુપિયાની બ્રેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો પરંતુ તે આ સીઝનમાં આઈપીએલ ડેબ્યુ કરી શક્યો નહિ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:45 pm, Thu, 1 June 23

Next Article