ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આઈસીસીએ હાલમાં જ જાહેર કરેલ રેન્કિંગ (ICC Test Ranking) માં રવિન્દ્ર જાડેજા ટેસ્ટ રેન્કિંગમાં ઓલરાઉન્ડરની કેટેગરીમાં નંબર 1 ખેલાડી બની ગયો છે. રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડર (Jason Holder) ને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. તો તેની સાથે અશ્વિન પણ નંબર 3 ના સ્થાને આવી ગયો છે.
તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે મોહાલીમાં રમાયેલી સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં કુલ 9 વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 175* રનની ધમાકેદાર ઇનિંગ રમતા ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ આઈસીસી ટેસ્ટમાં ઓલરાઉન્ડરની કેટેગરીમાં 2 ક્રમની છલાંગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.
— ICC (@ICC) March 9, 2022
તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ રેન્કિંગમાં બેટિંગમાં પણ જબરદસ્ત છલાંગ લગાવી છે. તે બેટિંગ રેન્કિંગમાં હવે 37માં સ્થાને આવી ગયો છે. તેણે બેટિંગ રેન્કિંગમાં 17 ક્રમની છલાંગ લગાવીને 37 માં ક્રમ પર પહોંચી ગયો છે. તો બોલિંગ રેન્કિંગમાં 3 ક્રમની છલાંગ લગાવતા તે હવે 17માં સ્થાન પર પહોંચી ગયો છે.
આઈસીસીએ હાલમાં જ ટેસ્ટ રેન્કિંગમાં કહ્યું કે, “રવિન્દ્ર જાડેજાનું શ્રીલંકા સામે ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. તેને પગલે જાડેજા આઈસીસી પુરુષ ખેલાડીઓની ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાન પર પહોંચી ગયો છે.” તમને જમાવી દઇએ કે રવિન્દ્ર જાડેજા લગભગ 5 વર્ષ બાદ નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડરના સ્થાન પર પહોંચી ગયો છે. આ પહેલા રવિન્દ્ર જાડેજા 2017 માં પણ ટોચના સ્થાને પહોંચ્યો હતો. ત્યારે તે નંબર 1ના સ્થાને એક સપ્તાહ સુધી રહી શક્યો હતો.
આ પણ વાંચો : ICC Women’s World Cup: રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ફરી જીત મેળવી, ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી
આ પણ વાંચો : હવે બોલર ક્યારેય બોલ પર થૂંક લગાવી શકશે નહીં, MCCએ ક્રિકેટના નિયમોમાં કર્યા ઘણા ફેરફાર