Ravi Shastri એ જણાવ્યું કે કેએલ રાહુલ કયા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટે શ્રેષ્ઠ છે

Cricket : લોકેશ રાહુલે 56 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 40.68 ની એવરેજથી 1831 રન બનાવ્યા છે. હાલમાં જ પુરી થયેલી IPL 2022 માં પણ તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો.

Ravi Shastri એ જણાવ્યું કે કેએલ રાહુલ કયા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટે શ્રેષ્ઠ છે
KL Rahul (File Photo)
| Edited By: | Updated on: Jun 04, 2022 | 4:28 PM

ટીમ ઈન્ડિયા (Team India) ના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામેની શ્રેણીમાં કેએલ રાહુલ (KL Rahul) ની કેપ્ટનશીપ પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે કેએલ રાહુલ ટી20 ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવા માટે સર્વશ્રેષ્ઠ છે અને જ્યારે તે સાઉથ આફ્રિકા સામે કેપ્ટનશિપ માટે આવશે તો જૂના રેકોર્ડને ધ્યાનમાં રાખીને તેનો આત્મવિશ્વાસ ઘણો સારો રહેશે.

કેએલ રાહુલ ભારતના શ્રેષ્ઠ ક્લાસિક બેટ્સમેનોમાંનો એક છે. તેણે અત્યાર સુધીમાં 56 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 40.68 ની એવરેજથી 1831 રન બનાવ્યા છે. હાલમાં જ પુરી થયેલી IPL 2022 માં પણ તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. સુકાનીપદ મળ્યા બાદ હવે તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે.

કેએલ રાહુલને ટી20 ક્રિકેટ ઘણું અનુકુળ આવે છેઃ રવિ શાસ્ત્રી

સ્ટાર સ્પોર્ટ્સના ગેમ પ્લાન શોમાં રવિ શાસ્ત્રી (Ravi Shastri) ને કેએલ રાહુલ (KL Rahul) વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું, “કેએલ રાહુલ માટે કેપ્ટનશીપ કંઈ નવી નથી. તેણે ભૂતકાળમાં પણ ભારતની કેપ્ટનશીપ કરી છે. T20 એક એવું ફોર્મેટ છે જ્યાં તેનું સર્વશ્રેષ્ઠ બહાર આવે છે. જો તમે છેલ્લા 2-3 વર્ષ પર નજર કરશો તો તેણે આ ફોર્મેટમાં સતત સ્કોર કર્યો છે. કેએલ રાહુલ ટી20 ફોર્મેટમાં ખૂબ જ આરામદાયક છે. હવે જ્યારે તે કેપ્ટન બની ગયો છે તો તેની પાસે ચોક્કસપણે વધારાની જવાબદારી હશે.”

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલના નામે ક્રિકેટમાં ઘણા રેકોર્ડ છે. તેણે પોતાની ડેબ્યુ મેચમાં જ સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. રાહુલે તેની ડેબ્યૂ મેચ 2016 માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે રમી હતી. આમાં તેણે અણનમ 100 રનની ઇનિંગ રમી હતી.

ભારત-સાઉથ આફ્રિકાનો આ વખતનો ટી20 સીરિઝનો કાર્યક્રમ આ પ્રમાણે છે:

– પહેલી ટી20 મેચઃ 9 જુન, અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
– બીજી ટી20 મેચઃ 12 જુન, બારાબતી સ્ટેડિયમ, કટક
– ત્રીજી ટી20 મેચઃ 14 જુન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
– ચોથી ટી20 મેચ: 17 જુન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયયમ, રાજકોટ
– પાંચમી ટી20 મેચઃ 19 જુન, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર