રવિ શાસ્ત્રીએ ટેસ્ટ ક્રિકેટને લઈને કરી હેરાન કરનારી વાત, કહ્યું- માત્ર 6 ટીમ જ રમે

|

Jul 24, 2022 | 6:24 PM

ક્રિકેટ જગતમાં ટેસ્ટ ક્રિકેટને બચાવવા અને તેને પ્રોત્સાહન આપવાની વાતો થતી રહી છે, પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shastri) હેરાન કરનારું નિવેદન આપ્યું છે.

રવિ શાસ્ત્રીએ ટેસ્ટ ક્રિકેટને લઈને કરી હેરાન કરનારી વાત, કહ્યું- માત્ર 6 ટીમ જ રમે
Ravi Shastri

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shastri) ટેસ્ટ ક્રિકેટને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક બાજુ ટેસ્ટ ક્રિકેટના (Test Cricket) વિસ્તારની વાત ચાલી રહી છે ત્યારે શાસ્ત્રીએ તેને વધુ મર્યાદિત કરવાનું સૂચન કર્યું છે. શાસ્ત્રી ઈચ્છે છે કે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી ટીમ ન રમે, પરંતુ ઓછામાં ઓછી ટીમ ભાગ લે. આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડરનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર છ ટીમોએ જ રમવું જોઈએ. તે કહે છે કે અન્ય ટીમોએ આ છ ટીમોમાં ક્વોલિફાય થવા માટે રેસ કરવી જોઈએ. ઘણા વર્ષોથી એવી ચર્ચા ચાલી રહી છે કે ટેસ્ટ ક્રિકેટ ખતમ થઈ રહી છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ. ટેસ્ટ ક્રિકેટને ફેન્સની નજીક લઈ જવા માટે આઈસીસીએ ટેસ્ટમાં ડે-નાઈટ ફોર્મેટ લાગુ કર્યું હતું. હવે લગભગ દરેક સિરીઝમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાય છે. આ સાથે આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પણ શરૂઆત કરી હતી.

ક્વોલિટી પર નહીં ક્વોન્ટિટી પર આપે ધ્યાન

શાસ્ત્રીએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટના સંબંધમાં ક્વોલિટીને બદલે ક્વોન્ટિટી પર ધ્યાન આપવું જોઈએ. શાસ્ત્રીએ કહ્યું, તમે 10-12 ટીમ સાથે નહીં રમી શકો. તમારી પાસે ટોપની 6 ટીમ હોવી જરૂરી છે. તમે ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ક્વોન્ટિટી પર નહીં. આ એકમાત્ર રસ્તો છે ક્રિકેટ રમતા લોકો માટે જે તમે વિંડો ખોલી શકો છો. જો તમારે ક્રિકેટને આગળ લઈ જવું હોય તો તમારે વન ડે અને T20માં ટીમો વધારવી જોઈએ. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ટીમોની સંખ્યા ઘટાડવી પડશે.

ક્વોલિફાય કરવા માટેના નિયમો

શાસ્ત્રીએ આ સંબંધમાં વધુ એક સૂચન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દરેક ટીમે ટોપ-6 ટીમમાં આવવા માટે ક્વોલિફાય કરવું જોઈએ. તેણે કહ્યું, “ભારત હોય, ઓસ્ટ્રેલિયા હોય કે ઈંગ્લેન્ડ, જો તમારે ટેસ્ટ મેચ રમવી હોય તો તમારે રેડ-બોલ સિરીઝ માટે ક્વોલિફાય થવું પડશે. પછી વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ જાય કે ન જાય અથવા ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ જાય કે ન જાય તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તે ટોપ-6માં હશે તો તે રમશે. જો નહીં, તો પછી રમશે નહીં.”

આ પણ વાંચો

આઈસીસીએ 2019થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરી હતી. આમાં ટેસ્ટ રેન્કિંગની ટોપ-8 ટીમો રમે છે અને બે વર્ષની સાયકલ પછી પોઈન્ટ ટેબલમાં ટોપની બે ટીમો ફાઈનલ રમે છે. આ ચેમ્પિયનશીપની પહેલી આવૃત્તિમાં ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Next Article