Ranji Trophy Semi-Final: સૌરાષ્ટ્રએ કર્ણાટકને 4 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી

|

Feb 12, 2023 | 5:22 PM

સૌરાષ્ટ્રએ છેલ્લી 10 રણજી ટ્રોફી સીઝનમાંથી પાંચ સીઝનમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સ્થાનિક ક્રિકેટમાં એક દાયકામાં સૌથી વધુ વખત ફાઈનલ રમનારી તે ટીમ બની છે.

Ranji Trophy Semi-Final: સૌરાષ્ટ્રએ કર્ણાટકને 4 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી
Ranji Trophy ફાઈનલમાં પહોંચ્યું સૌરાષ્ટ્ર
Image Credit source: Twitter

Follow us on

સૌરાષ્ટ્રએ ફરી એકવાર શાનદાર રમત બતાવીને રણજી ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ટીમે રવિવારે સેમિફાઇનલમાં મયંક અગ્રવાલની કપ્તાનીમાં કર્ણાટકને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. સૌરાષ્ટ્રને જીતવા માટે ચોથી ઇનિંગમાં માત્ર 115 રનની જરૂર હતી, જે તેણે 6 વિકેટ ગુમાવીને બનાવી લીધી અને ટાઇટલ મેચમાં જગ્યા બનાવી લીધી. આ ટીમ ફાઇનલમાં બંગાળ સામે ટકરાશે. બંગાળે મધ્યપ્રદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

સૌરાષ્ટ્રએ છેલ્લી 10 રણજી ટ્રોફી સીઝનમાંથી 5 સીઝનમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સ્થાનિક ક્રિકેટમાં એક દાયકામાં સૌથી વધુ વખત ફાઈનલ રમનારી તે ટીમ બની છે. આ પછી એક દાયકામાં ચાર વખત ફાઈનલ રમનાર મુંબઈનો નંબર છે. સૌરાષ્ટ્ર કુલ આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. બંગાળ કુલ 15મી વખત ફાઇનલમાં પહોંચ્યું છે અને આ ટીમ ત્રીજી વખત ટાઇટલ મેચ જીતવાનો પ્રયાસ કરશે.

નિકિનની સદી વેડફાઈ ગઈ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચના પાંચમા દિવસની શરૂઆત કર્ણાટકએ કરી હતી. કર્ણાટકે ચાર વિકેટના નુકસાને 123 રન સાથે દાવ આગળ વધાર્યો હતો. ચોથા દિવસે 54 રન બનાવીને અણનમ પરત ફરેલા નિકિન જોસે સદી ફટકારીને પોતાની ટીમને 234ના સ્કોર સુધી પહોંચાડી હતી. નિકિન પોતાની ટીમની 10મી વિકેટ પર આઉટ થયો હતો. તેણે 161 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

તેના સિવાય મયંકે 55 રનની ઇનિંગ રમી હતી. કૃષ્ણપ્પા ગૌતમે 23 અને વિજયકુમાર વ્યાસે 2 રનનું યોગદાન આપ્યું હતું. કર્ણાટકે પ્રથમ દાવમાં 407 રન બનાવ્યા હતા. ત્યારબાદ સૌરાષ્ટ્રે 527 રન બનાવ્યા હતા અને 120 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ કર્ણાટક 234 રન બનાવીને સૌરાષ્ટ્રને 115 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સૌરાષ્ટ્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું

આ ટાર્ગેટ આસાન હતો પરંતુ સૌરાષ્ટ્રને તેને હાંસલ કરવું મુશ્કેલ લાગ્યું. સૌરાષ્ટ્રની ટીમ સતત વિકેટો ગુમાવી રહી હતી પરંતુ કેપ્ટન અર્પિત વસાવડાએ એક છેડો જાળવી રાખ્યો હતો અને અણનમ 47 રન બનાવી ટીમને જીત અપાવી હતી. તેના સિવાય ચેતન સાકરિયાએ 27 રન બનાવ્યા હતા. કર્ણાટક તરફથી વાસુકી કૌશિક અને ગૌતમે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

Next Article