Ranji Trophy Final : સૌરાષ્ટ્ર ચોથી વાર બન્યું ચેમ્પિયન, કોલકત્તાની ધરતી પર બંગાળને 9 વિકેટથી હરાવ્યું, જુઓ Video

Bengal vs Saurashtra : રણજી ટ્રોફી ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી હતી. સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને બંગાળને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ઉનડકટ અને સાકરીયાની જબરદસ્ત બોલિંગ સામે બંગાળ ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી.

Ranji Trophy Final : સૌરાષ્ટ્ર ચોથી વાર બન્યું ચેમ્પિયન, કોલકત્તાની ધરતી પર બંગાળને 9 વિકેટથી હરાવ્યું, જુઓ Video
Ranji Trophy 2023
| Edited By: | Updated on: Feb 19, 2023 | 12:19 PM

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફની ફાઈનલ મેચમાં બંગાળ સામે જીત મેળવી સૌરાષ્ટ્ર ચોથી વાર રણજી ટ્રોફી ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. ત્રણ દાયકા બાદ ફરી બંગાળની ટીમ ચેમ્પિયન બનવામાં નિષ્ફળ ગઈ છે. આ પહેલા સૌરાષ્ટ્રની ટીમ વર્ષ 2019–20 , 1943-44 , 1936-37માં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.જ્યારે વર્ષ 1937-38, 2012–13, 2015–16, 2018–19માં સૌરાષ્ટ્રની ટીમ રનર અપ રહી હતી. આમ રણજી ટ્રોફીમાં સોરાષ્ટ્રની ટીમ ચાર વાર ચેમ્પિયન અને ચાર વાર રનર અપ રહ્યું છે.

રણજી ટ્રોફી ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી હતી. સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને બંગાળને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ઉનડકટ અને સાકરીયાની જબરદસ્ત બોલિંગ સામે બંગાળ ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે 404 રનના સ્કોર પર પોતાની પ્રથમ ઈનીંગ સમાપ્ત કરી હતી. બીજી ઈનીંગમાં જયદેવ ઉનડકટ અને સાકરીયાએ 2-2 વિકેટ ઝડપી હતી.

 

 

કેપ્ટન બન્યો જીતનો હીરો

 

ભારતીય બોલર અને સોરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ જીતનો હીરો રહ્યો છે. તેણે ફાઈનલ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેની કેપ્ટનશિપમાં સોરાષ્ટ્ર 2 રણજી ટ્રોફી અને 1 વિજય હજારે ટ્રોફી જીત્યું છે.

પ્રથમ પારીનું પરિણામ

બીજી પારીનું પરિણામ

પ્રથમ દિવસની રમત

 

બીજા દિવસની રમત

 

ત્રીજા દિવસની રમત

 

આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે…

Published On - 11:11 am, Sun, 19 February 23