Ranji Trophy 2022: ચેતેશ્વર પુજારાનું શર્મનાક પ્રદર્શન, શ્રીસંત પણ થયો ફ્લોપ, જાણો ત્રીજા દિવસે તમામ ટીમનો સ્કોર

|

Feb 19, 2022 | 10:10 PM

ટીમ ઇન્ડિયામાં પાછા ફરવા માટે ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે સહિત શ્રીસંત પણ રણજી ટ્રોફીમાં પોત પોતાની ટીમ તરફથી મેદાન પર ફરીથી ઉતર્યા છે. પણ કોઇ ખેલાડીઓનું પ્રદર્શન નોંધનીય રહ્યું તો ઘણા ખેલાડીઓનો ફ્લોપ શો જોવા મળ્યો.

Ranji Trophy 2022: ચેતેશ્વર પુજારાનું શર્મનાક પ્રદર્શન, શ્રીસંત પણ થયો ફ્લોપ, જાણો ત્રીજા દિવસે તમામ ટીમનો સ્કોર
Cheteshwar Pujara (PC: BCCI)

Follow us on

રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) ના ત્રીજા દિવસે કેટલાક બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું તો કેટલાક બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો. તેમાં યુવા ક્રિકેટર શાહરુખ ખાને સદી ફટકારી હતી. તો અબ્દુલ સમદે પણ તોફાની સદી ફટકારી હતી. જ્યારે ચેતેશ્વર પુજારાનો (Cheteshwar Pujara) ફ્લોપ શો રહ્યો હતો, જ્યારે લાંબા સમય બાદ ક્રિકેટમાં કમબેક કરી રહેલ શ્રીસંતને (Sreesanth) એક પણ વિકેટ મળી ન હતી.

મહત્વનું છે કે 2 વર્ષ બાદ રણજી ટ્રોફી રમાઈ રહી છે. ત્યારે આ ટુર્નામેન્ટમાં તમામ લોકોની નજર ટીમ ઇન્ડિચામાં ખરાબ પ્રદર્શન કરી રહેલ રાજકોટના ચેતેશ્વર પુજારા અને મુંબઈના અજિંકર્ય રહાણે પર રહેલી છે. જોકે અજિંક્ય રહાણેએ નોંધનીય પ્રદર્શન કર્યું હતું પણ ચેતેશ્વર પુજારાનો ફ્લોપ શો ચાલુ રહ્યો હતો. તો સાત વર્ષના લાંબા ગાળા બાદ ક્રિકેટમાં પરત ફરી રહેલ શ્રીસંતને પણ કોઇ સફળતા હાથ લાગી ન હતી.

ત્રીજા દિવસના અંતે રાણજી ટ્રોફીનું રાઉન્ડ અપ આ પ્રમાણે છેઃ

ગ્રુપ A
ગુજરાત vs મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશે બીજી ઇનિંગમાં 4 વિકેટે 202 રન કર્યા. શુભમ શ્યામસુંદર શર્માએ અણનમ 70* રન કર્યા. મધ્ય પ્રદેશની લીડ 145 રનની છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

કેરળ vs મેઘાલય
મેઘાલયે બીજી ઇનિંગમાં 191 રન પર આઉટ કરીને કેરળ ટીમે એક ઇનિંગ અને 166 રને મેચ જીતી લીધી છે. બીજી ઇનિંગમાં શ્રીસંતને એક પણ વિકેટ મળી ન હતી.

ગ્રુપ B
હૈદરાબાદ vs ચંદીગઢ
હૈદરાબાદે બીજી ઇનિંગમાં 8 વિકેટે 269 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી. ચંદીગઢે લક્ષ્યાંકની પાછળ ભાગતા 2 વિકેટે 21 રન કર્યા. હવે જીતવા માટે 380 રનની જરૂર.

બંગાળ vs બરોડા
બંગાળે બીજી ઇનિંગમાં 2 વિકેટે 146 રન બનાવ્યા. જીતવા માટે હવે 203 રનની જરૂર

ગ્રુપ C
જમ્મુ-કાશ્મીર vs પોંડિચેરી
જમ્મુ-કાશ્મીરે પહેલી ઇનિંગમાં 426 રનની સાથે મોટી લીડ મેળવી. અબ્દુલ સમદે 78 બોલમાં 103 રન કર્યા. પોંડિચેરીએ બીજી ઇનિંગમાં 9 વિકેટે 113 રન બનાવ્યા અને 30 રનની લીડ મેળવી હતી. પરવેજ રસુરે 5 વિકેટ ઝડપી.

કર્ણાટક vs રેલવે
કર્ણાટકના 481 રનના જવાબમાં રેલવેએ પહેલી ઇનિંગમાં 426 રન બનાવ્યા. રેલવેએ બીજી ઇનિંગમાં 1 વિકેટે 63 રન કર્યા.

ગ્રુપ D
સૌરાષ્ટ્ર vs મુંબઈ
મુંબઈ ટીમે 7 વિકેટે 544 રન બનાવીને પહેલી ઇનિંગ ડિક્લેર કરી. સૌરાષ્ટ્ર પહેલી ઇનિંગમાં 220 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. પુજારા શુન્ય રને આઉટ થઇ ગયો. ફોલોઓન રમતા સૌરાષ્ટ્રએ વગર વિકેટે 105 રન કર્યા.

ઓડિસા vs ગોવા
ઓડિસાને ગોવા ટીમ પાસેથી 387 રનનો લક્ષ્યાંક મળ્યો છે. બીજી ઇનિંગમાં ઓડિસાનો સ્કોર વિના વિકેટે 22 રન કર્યો છે.

ગ્રુપ E
આંધ્ર પ્રદેશ vs રાજસ્થાન
બીજી ઇનિંગમાં રાજસ્થાને 316 રન બનાવ્યા. મેનારિયા અને લોમરોડે અડધી સદી ફટકારી. આંધ્ર પ્રદેશે 4 વિકેટે 100 રન બનાવ્યા. જીત માટે 268 રન હજુ જરૂર.

સેના vs ઉત્તરાખંડ
ઉત્તરાખંડે બીજી ઇનિંગમાં 1 વિકેટે 94 રન બનાવ્યા. જીત માટે તેને 39 રનની જરૂર છે.

ગ્રુપ F
હરિયાણા vs ત્રિપુરા
હરિયાણાએ 556 રનના જવાબમાં ત્રિપુરાએ પહેલી ઇનિંગમાં 4 વિકેટે 304 રન બનાવ્યા છે.

પંજાબ vs હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના 354 રનના જવાબમાં પંજાબે 556 રન બનાવ્યા. બીજી ઇનિંગમાં હિમાચલે 5 વિકેટે 151 રન બનાવ્યા છે.

ગ્રુપ G
મહારાષ્ટ્ર vs અસમ
મહારાષ્ટ્રના 415 રનના જવાબમાં અસમે 248 રન બનાવ્યા. ફોલોઓન રમતા અસમે બીજી ઇનિંગમાં 3 વિકેટે 82 રન બનાવ્યા.

વિદર્ભ vs ઉત્તર પ્રદેશ
યુપીના 301 રનના જવાબમાં વિદર્ભએ પહેલી ઇનિંગમાં 6 વિકેટે 548 રન બનાવી ઇનિંગ ડિક્લેર કરી. બીજી ઇનિંગમાં યુપીનો સ્કોર 2 વિકેટે 32 રન બનાવ્યા.

ગ્રુપ H
દિલ્હી vs તમિલનાડુ
દિલ્હીના 452 રનના જવાબમાં તમિલનાડુએ 494 રન બનાવ્યા. શાહરુખ ખાને તોફાની ઇનિંગ રમતા 148 બોલમાં 194 રન બનાવ્યા હતા. તમિલનાડુ પાસે 42 રનની લીડ છે.

ઝારખંડ vs છત્તીસગઢ
છત્તીસગઢે 8 વિકેટે મેચ જીતી લીધી છે. પહેલી ઇનિંગમાં ઝારખંડે 169 રન અને છત્તીસગઢે 174 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ઝારખંડે 133 રન અને છત્તીસગઢે 2 વિકેટે 129 રન બનાવી મેચ જીતી લીધી હતી.

પ્લેટ ગ્રુપ
બિહાર vs મિઝોરમ
મિઝોરમે પહેલી ઇનિંગમાં 7 વિકેટે 298 રન બનાવ્યા. હજુ બિહારની પહેલી ઇનિંગ પ્રમાણે 388 રનથી પાછળ છે.

નાગાલેન્ડ vs સિક્કિમ
બીજી ઇનિંગમાં સિક્કિમે 6 વિકેટે 197 રન બનાવીને 87 રનની લીડ મેળવી.

મણિપુર vs અરૂણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશે બીજી ઇનિંગમાં 152 રન ઓલઆઉટ કરીને મણિપુરે એક ઇનિંગ અને 25 રને મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં પહેલીવાર ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટ રમાશે, ઝીલ દેશાઈ ટોપ સીડ ખેલાડી

આ પણ વાંચો : Video: ભુવનેશ્વર કુમારે કેચ છોડ્યો, રોહિત શર્માએ બોલને લાત મારી ગુસ્સો જાહેર કર્યો

Next Article