બકરીઓ ચરાવતી છોકરીએ ‘SKY’ની સ્ટાઈલમાં 360 ડિગ્રીમાં શોટ્સ ફટકાર્યા, જુઓ Video

રાજસ્થાનના બાડમેર જિલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 14 વર્ષની છોકરી ક્રિકેટર સૂર્યકુમાર યાદવની જેમ બેટને સ્વિંગ કરીને ચોગ્ગા અને છગ્ગા મારી રહી છે.

બકરીઓ ચરાવતી છોકરીએ ‘SKY’ની સ્ટાઈલમાં 360 ડિગ્રીમાં શોટ્સ ફટકાર્યા, જુઓ Video
રાજસ્થાનની છોકરીએ સૂર્યકુમાર યાદવની સ્ટાઈલમાં ફટકાર્યા ચોગ્ગા છગ્ગા જુઓ વીડિયો
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 14, 2023 | 12:00 PM

રાજસ્થાનના બાડમેર જિલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 14 વર્ષની છોકરી ક્રિકેટર સૂર્યકુમાર યાદવની જેમ બેટને સ્વિંગ કરીને ચોગ્ગા અને છગ્ગા મારી રહી છે. વીડિયો બાડમેર જિલ્લાના શિવ શેરપુરા કનાસર ગામનો છે,તમને જણાવી દઈએ કે, આ વાયરલ વિડિયો મુજબ, ગામના કેટલાક બાળકો રેતાળ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે, જ્યાં સૂટ-સલવાર પહેરેલી 14 વર્ષની મુમાલ ખુલ્લા પગે બેટ વડે શોટ મારી રહી છે અને દરેક બોલ બાઉન્ડ્રી બહાર જાય છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો મદદની અપીલ સાથે તેની પ્રશંસા કરી રહ્યા છે.

મૂમલ શાળામાં રોજ રમે છે

મુમલે કહ્યું કે, તે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવની ફેન છે અને તેની બેટિંગ જોઈને તેની જેમ રમવાનો પ્રયાસ કરે છે. મુમલ દરરોજ ત્રણથી ચાર કલાક રમે છે અને શાળાના શિક્ષક રોશન તેની પ્રેક્ટિસ કરાવે છે. બીજી તરફ મુમલ ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા કક્ષા સુધી ગ્રામીણ ઓલિમ્પિકમાં રમી ચૂકી છે. તે છોકરાઓની ટીમમાં પણ રમે છે.

 

 

 

પિતરાઈ બહેન અંડર-19 ટ્રોફીમાં પહોંચી

માહિતી પ્રાપ્ત થઈ છે કે મુમલની પિતરાઈ બહેન અનીસાને ચેલેન્જર ક્રિકેટ ટ્રોફી અંડર -19 માં પસંદ કરવામાં આવી હતી, જ્યાં જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં આયોજિત ટ્રાયલ્સમાં તેને બોલર તરીકે પસંદ કરવામાં આવી હતી.બીજી તરફ, મૂમલને સાત બહેનો અને બે ભાઈઓ છે અને તેના શિક્ષક અને કોચ રોશન ખાન, જેઓ મૂમલને ક્રિકેટ શીખવે છે, કહે છે કે જો મૂમલને સારું પ્લેટફોર્મ મળશે તો તે ચમકશે. સરકારને અપીલ કરે છે કે તે 14 વર્ષની ઉંમરે સારું રમે છે, તેથી તેને આગળ રમવાની તક આપવામાં આવે.

અનેક લોકોએ વીડિયો શેર કર્યો

તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી અને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ ગઈ કાલે વીડિયો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે આ વીડિયો રાજસ્થાનનો જણાવવામાં આવી રહ્યો છે, આ દીકરી જે રીતે શોટ ફટકારી રહી છે, તેમાં તેની બેટિંગમાં સૂર્યકુમાર યાદવની ઝલક જોવા મળે છે. માલીવાલે સીએમ ગેહલોતને અપીલ કરતા કહ્યું કે, આવી પ્રતિભાને પ્રોત્સાહન આપવું જોઈએ અને સારી તાલીમ આપવી જોઈએ અને આ બાળકીની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળવું જોઈએ.