RR vs CSK IPL Match Result: રાજસ્થાનનો 5 વિકેટે ચેન્નાઈ સામે વિજય, ગુજરાત સામે પ્રથમ ક્વોલીફાયરમાં ટકરાશે

|

May 20, 2022 | 11:21 PM

Rajasthan Royals vs Chennai Super Kings IPL Match Result: રાજસ્થાન રોયલ્સની 14 મેચોમાં આ નવમી જીત છે અને ટીમના 18 પોઈન્ટ છે, જ્યારે CSKને 10મી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

RR vs CSK IPL Match Result: રાજસ્થાનનો 5 વિકેટે ચેન્નાઈ સામે વિજય, ગુજરાત સામે પ્રથમ ક્વોલીફાયરમાં ટકરાશે
યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી

Follow us on

IPL 2022 માં જે રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની સફર શરૂ થઈ હતી, તે જ રીતે તેનો અંત પણ આવ્યો. ત્રણ વર્ષમાં બીજી વખત ખરાબ સિઝનનો સામનો કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 ની છેલ્લી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રેબોર્ન સ્ટેડિયમમાં આયોજિત IPL 2022ની 68મી મેચમાં રાજસ્થાને ચેન્નાઈને 5 વિકેટથી હરાવ્યું અને આ સાથે સંજુ સેમસન (Sanju Samson) ની ટીમે પ્લેઓફમાં પોતાનું બીજું સ્થાન મેળવ્યું. મોઈન અલીની ધમાકેદાર ઈનિંગ્સ છતાં, ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા માત્ર 150 રન જ બનાવ્યા હતા, જે રાજસ્થાને છેલ્લી ઓવરમાં યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ની અડધી સદી અને રવિચંદ્રન અશ્વિનની મેચ-વિનિંગ કાઉન્ટર-એટેકિંગ ઇનિંગ્સના આધારે મેળવી હતી.

અગાઉ, CSK ની ઇનિંગ્સને બે ભાગમાં વહેંચવામાં આવી હતી, જેમાં સમાન રન બનાવવામાં આવ્યા હતા, પરંતુ ઓવરોમાં તફાવત ચોંકાવનારો હતો. સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ પાવરપ્લેમાં તેની 19 બોલમાં અડધી સદી ફટકારીને પાવરપ્લેની 6 ઓવરમાં 75 રન બનાવ્યા હતા. ચેન્નાઈની ઇનિંગ્સનો આ પહેલો ભાગ હતો. ત્યાર બાદ બીજો ભાગ તદ્દન વિપરીત હતો, જેમાં ચેન્નાઈના બેટ્સમેનો ધીમી પીચ પર રન માટે સંઘર્ષ કરતા હતા અને તેના કારણે તઓ આગળની 14 ઓવરમાં પણ માત્ર 75 રન જ બનાવી શક્યા હતા.

ચેન્નાઈ માટે, મોઈને 57 બોલમાં 93 રન (13 ચોગ્ગા, 3 છગ્ગા) ની ઈનિંગ રમી અને છેલ્લી ઓવરમાં આઉટ થઈને સદી ચૂકી ગઈ. તેની ઇનિંગ્સના આધારે ચેન્નાઇએ રાજસ્થાન સામે 6 વિકેટે 150 રન બનાવ્યા હતા. મોઈન સિવાય કોઈપણ બેટ્સમેન મુક્તપણે રમી શક્યો ન હતો. બીજી વિકેટ માટે ડેવોન કોનવે (14 બોલમાં 16) સાથે 83 રનની ભાગીદારી કર્યા બાદ મોઈને સુકાની મહેન્દ્ર સિંહ ધોની (28 બોલમાં 26) સાથે પાંચમી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો કે, ચેન્નાઈએ પહેલી જ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડ (2)ની વિકેટ ગુમાવી દીધી હતી. તેને ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યો હતો, પરંતુ તે પછી બોલ્ટની સાંજ સારી ન રહી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં મોઈન અલીએ ટ્રેન્ટ બોલ્ટ સામે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. CSKની ઇનિંગ્સમાં બીજું કોઈ આકર્ષણ નહોતું. રાજસ્થાન માટે, યુઝવેન્દ્ર ચહલ (2/26), ઓબેદ મેકકોય (2/20) અને રવિચંદ્રન અશ્વિન (1/28) સહિતના અન્ય બોલરોએ સાથે મળીને ચેન્નાઈ પર જકડો કસ્યો હતો.

Published On - 11:19 pm, Fri, 20 May 22

Next Article