ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) આયર્લેન્ડના પ્રવાસ પર ટીમનો ભાગ નહીં હોય. તેમના સિવાય બાકીના સપોર્ટ સ્ટાફને પણ આ પ્રવાસ માટે બ્રેક આપવામાં આવશે. રાહુલ દ્રવિડ સહિત સમગ્ર કોચિંગ સ્ટાફની ગેરહાજરીમાં NCAનો સ્ટાફ આ સમયગાળા દરમિયાન આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કોચિંગની જવાબદારી સંભાળશે.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસે જશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે ઓગસ્ટમાં ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. શ્રેણી 18 ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. આ પ્રવાસે ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે.
Rahul Dravid & other coaching staff set to rested for Ireland series.
VVS Laxman will be the coach for 3 T20I. [Cricbuzz] pic.twitter.com/nzIIQi4BSg
— Johns. (@CricCrazyJohns) July 16, 2023
એક અહેવાલ મુજબ, USAમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે T20 મેચો પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોર અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરે ભારત પરત ફરશે. આ પછી NCAનો કોચિંગ સ્ટાફ આ પ્રવાસમાં ટીમને કોચિંગ આપવાની જવાબદારી સંભાળશે. VVS લક્ષ્મણ મુખ્ય કોચ બની શકે છે. આ સિવાય સિતાંશુ કોટક અને હૃષીકેશ કાનિટકરમાંથી એકને બેટિંગ કોચ તરીકે અને ટ્રોય કુલી અને સાઈરાજ બહુતુલેમાંથી એકને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.
એશિયા કપ પહેલા સપોર્ટ સ્ટાફને સંપૂર્ણ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આ પછી ટીમે સતત મેચ રમવાની છે. ગયા વર્ષે પણ જ્યારે ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી, ત્યારે તે VVS લક્ષ્મણ હતા જેમણે ટીમ ઈન્ડિયાને કોચિંગ આપ્યું હતું અને ફરી એકવાર તે આ ભૂમિકામાં જોવા મળશે.
VVS Laxman set to be Head coach of Team India in the T20I series against Ireland. (To Cricbuzz) pic.twitter.com/o1y02Giv0j
— CricketMAN2 (@ImTanujSingh) July 16, 2023
આયરલેન્ડ પ્રવાસ માટે હજુ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની જાહેરાત થઈ શકે છે. આ પ્રવાસ માટે વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.