રાહુલ દ્રવિડે બતાવી MS Dhoni ની ખાસીયત, કહ્યુ- તેણે આનુ માર્કેટીંગ કરવુ જોઈએ

|

Aug 15, 2022 | 8:55 PM

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે, સાથે જ તેનું નામ વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશરોમાં લેવામાં આવે છે.

રાહુલ દ્રવિડે  બતાવી MS Dhoni ની ખાસીયત, કહ્યુ- તેણે આનુ માર્કેટીંગ કરવુ જોઈએ
Rahul Dravid એ ધોની વિશે કહી આ વાત

Follow us on

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ગણતરી વિશ્વના મહાન કેપ્ટનોમાં થાય છે. તેણે પોતાની કપ્તાની હેઠળ ભારતને T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતાડ્યું અને ભારત (Indian Cricket Team) ને ટેસ્ટમાં નંબર-1 ટીમ બનાવી. 2020 માં, આ દિવસે એટલે કે 15 ઓગસ્ટના રોજ, ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ધોનીના વખાણ કરનારા લોકોની કોઈ કમી નથી. હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) ધોનીની એક અલગ પ્રકારની ખાસિયત જણાવી છે.

ધોનીનું નામ માત્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં જ નહીં પરંતુ શ્રેષ્ઠ ફિનિશરોમાં પણ લેવામાં આવે છે. તે મર્યાદિત ઓવરોમાં નંબર-5 અને નંબર-6 પર બેટિંગ કરતો હતો અને ગમે ત્યાંથી મેચ જીતવાની શક્તિ ધરાવતો હતો. તેણે ઘણી મુશ્કેલ મેચો ભારતની ઝોળીમાં નાખી છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે પરંતુ તે હાલમાં IPL રમે છે. IPL-2022માં ધોનીની એક ઝલક જોવા મળી હતી જે પોતાના બેટથી મેચ પૂરી કરવાની શક્તિ ધરાવતા હતા.

ધોનીને પરિણામની પરવા નથી

એક મીડિયા અહેવાલ મુજબ સંજય માંજરેકર સાથે વાત કરતા દ્રવિડે ધોનીની માનસિકતાના વખાણ કર્યા હતા. દ્રવિડે ધોની વિશે કહ્યું હતું કે, જ્યારે તમે મહેન્દ્ર સિંહ ધોનીને રમતના છેલ્લા ભાગમાં રમતા જુઓ છો અથવા જ્યારે તે તેના શ્રેષ્ઠ ફોર્મમાં હોય છે, ત્યારે તમને હંમેશા એવો અહેસાસ થાય છે કે આ વ્યક્તિ કંઈક અલગ કરી રહ્યો છે. પરંતુ તે એવી રીતે રમે છે કે તેના માટે પરિણામોથી કોઈ ફરક પડતો નથી. મને લાગે છે કે તે તમારામાં હોવું જોઈએ અથવા તમારે આ રીતે તાલીમ આપવી જોઈએ. મને લાગે છે કે આ એક આવડત છે જે મારી પાસે ક્યારેય નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ધોનીને પૂછવું પડશે

દ્રવિડે કહ્યું કે તે ધોનીને પૂછવા માંગશે કે શું આ આદત તેનામાં સ્વાભાવિક છે કે તેણે તેના પર કામ કર્યું છે. તેણે કહ્યું, પરંતુ મને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોનીને પૂછવું રસપ્રદ રહેશે કે શું આ આદત તેનામાં પહેલેથી જ છે અથવા તેણે તેના પર કામ કર્યું છે. જો તેમનો જવાબ છે કે તે આવું છે, તો તેઓએ ફરીથી તેનું માર્કેટિંગ કરવું જોઈએ. પરંતુ મહાન ફિનિશર્સ અથવા જેઓ ડેથ ઓવરમાં બોલિંગ કરે છે, તેઓ પોતાને આ પ્રકારની માનસિકતામાં મૂકે છે.

Published On - 8:55 pm, Mon, 15 August 22

Next Article