ટીમ ઈન્ડિયાનું ભાગ્ય ન બદલી શક્યો રાહુલ દ્રવિડ, હવે કોચિંગ પર લટકતી તલવાર

જ્યારે રાહુલ દ્રવિડે નવેમ્બર-2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળ્યું ત્યારે આખા દેશને આશા હતી કે મહાન બેટ્સમેનોમાંના એક એવા દ્રવિડ ભારતીય ટીમનું નસીબ બદલી નાખશે, પરંતુ આવું થયું નથી.

ટીમ ઈન્ડિયાનું ભાગ્ય ન બદલી શક્યો રાહુલ દ્રવિડ, હવે કોચિંગ પર લટકતી તલવાર
Rahul Dravid
| Edited By: | Updated on: Jun 15, 2023 | 7:12 PM

વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક રાહુલ દ્રવિડે જ્યારે કોચ તરીકે ભારતીય ક્રિકેટ ટીમની જવાબદારી સંભાળી ત્યારે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાનું ચિત્ર બદલાઈ જશે. ICC ટ્રોફી ટીમ ઈન્ડિયા પાસે આવશે અને 2013થી ચાલી રહેલો દુષ્કાળ ખતમ થઈ જશે. પરંતુ આવું કંઈ થયું નથી.દ્રવિડ પાસેથી આ અપેક્ષાઓ એટલા માટે હતી કારણ કે કોચ તરીકે તેણે દેશની જુનિયર ટીમો સાથે સારું પ્રદર્શન કર્યું હતું. ભારતના ઘણા સ્ટાર્સ દ્રવિડના કોચિંગ હેઠળ તૈયાર થયા હતા. પરંતુ જ્યારે દ્રવિડ સિનિયર ટીમમાં જોડાયો ત્યારે તે તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

જુનિયર ટીમો સાથે કોચિંગ

દ્રવિડના કોચિંગ હેઠળ ભારતની અંડર-19 ટીમ બે વખત વર્લ્ડ કપ ફાઇનલમાં રમી હતી અને એક વખત જીતવામાં સફળ પણ રહી હતી. જ્યારે ભારતે પૃથ્વી શોની કપ્તાનીમાં 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે દ્રવિડ ટીમનો કોચ હતો. જુનિયર ટીમો સાથે કોચિંગ કરતી વખતે દ્રવિડે શુભમન ગિલ, રિષભ પંત જેવા ખેલાડીઓ તૈયાર કર્યા.

દ્રવિડે 2021માં કોચનું પદ સંભાળ્યું

T20 વર્લ્ડ કપ 2021 પછી દ્રવિડને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. દ્રવિડે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીથી શરૂઆત કરી હતી. ઘરઆંગણે રમાયેલી આ શ્રેણીમાં ભારતે 1-0થી જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો. પરંતુ અહીં ટીમ નિષ્ફળ રહી હતી. આ ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-2થી હારી ગયું હતું. આ સીરીઝ બાદ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પ્રવાસમાં ભારતનો વનડે શ્રેણીમાં પણ 3-0થી પરાજય થયો હતો.

ઇંગ્લેન્ડમાં નિષ્ફળ

શાસ્ત્રીના સમયમાં ભારતે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો પરંતુ કોવિડના કારણે આ પ્રવાસની એક ટેસ્ટ મેચ બાકી રહી હતી. આ અધૂરો પ્રવાસ પૂરો કરવા ટીમ ઈંગ્લેન્ડ પહોંચી હતી.ટીમના કેપ્ટન રોહિત ઈજાગ્રસ્ત થયા હતા અને જસપ્રિત બુમરાહને કેપ્ટનશીપની તક મળી હતી. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 2-1થી આગળ હતી અને આ સિરીઝ જીતવા માટે તેને બર્મિંગહામમાં મેચ ડ્રો કરવી પડી હતી, પરંતુ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે અગાઉ જે ફાયરપાવર બતાવ્યું હતું તે ન બતાવ્યું અને ઈંગ્લેન્ડે તેને પરાજય આપ્યો અને સિરીઝ 2-2થી ડ્રો કરી.

મોટા પ્રસંગોમાં નિષ્ફળ

વર્ષ 2022માં ભારતને બે મોટી ટુર્નામેન્ટ રમવાની હતી અને દ્રવિડને તે બંનેમાંથી ઘણી આશાઓ હતી.પહેલા એશિયા કપ અને બાદમાં T20 વર્લ્ડ કપ હતો. પરંતુ દ્રવિડના કોચિંગ હેઠળ આ બંને પ્રસંગોએ ફરી એકવાર ટીમ ઈન્ડિયા નિષ્ફળ ગઈ. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં ફાઈનલ સુધી પણ પહોંચી ન શકી. બાદમાં બધાની નજર T20 વર્લ્ડ કપ પર ટકેલી હતી. ભારત અહીં સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું.

આ પણ વાંચોઃ Breaking News: એશિયા કપની તારીખો થઈ નક્કી, ટૂર્નામેન્ટ પાકિસ્તાન-શ્રીલંકામાં રમાશે

ઘરમાં શેર બહાર ઢેર

ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે સતત બે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યા બાદ એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા વિદેશમાં તાકાત બતાવી શકે છે, પરંતુ દ્રવિડનું કોચિંગ અહીં પણ નિષ્ફળ ગયું.ભારત દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં હાર્યું જ્યારે ઘરઆંગણે વનડે શ્રેણીમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું જ્યારે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા કોઈક રીતે અહીં જીતવામાં સફળ રહી.ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરી અને મુલાકાતી ટીમને એકતરફી રીતે હરાવીને ઘરઆંગણે પોતાનું વર્ચસ્વ બતાવ્યું, આ પછી ટીમ ઈન્ડિયાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી અને બાદમાં ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં ભારત હારી ગયું. ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું અને ICC ટ્રોફી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.

દ્રવિડે પદ છોડવું જોઈએ?

WTC ફાઇનલમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન બાદ હવે પ્રશ્ન એ થાય કે દ્રવિડે કોચ પદ પરથી હટી જવું જોઈએ? દ્રવિડના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા દરેક મોટા પ્રસંગોમાં નિષ્ફળ ગઈ હતી અને તેણે કોહલી-શાસ્ત્રીના સમયમાં બનાવેલી આક્રમક ઓળખ ગુમાવી દીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો