ઓસ્કાર એવોર્ડ વિજેતા ગીત નાટુ નાટુ પર ખાસ અંદાજમાં જશ્ન મનાવતા જોવા મળ્યા, અશ્વિન-જાડેજા Video Viral

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે મેન ઓફ ધ સિરીઝ, એક નહીં પરંતુ બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ભારતના બંને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જે થયું તે ખૂબ જ રમુજી હતુ.

ઓસ્કાર એવોર્ડ વિજેતા ગીત નાટુ નાટુ પર ખાસ અંદાજમાં જશ્ન મનાવતા જોવા મળ્યા, અશ્વિન-જાડેજા Video Viral
| Edited By: | Updated on: Mar 14, 2023 | 11:50 AM

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7મી જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયા પહેલાથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું હતું, જ્યારે ભારતે સોમવારે તેમની ટિકિટ બુક કરી હતી. ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023 2-1થી જીતી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સિરીઝની છેલ્લી મેચ ડ્રોમાં સમાપ્ત થતાં ઓસ્ટ્રેલિયાનું સિરીઝ બરાબરી કરવાનું સપનું અધૂરું રહી ગયું હતું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023 માટે એક નહીં પરંતુ બે ખેલાડીઓને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિન બંનેને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી જાડેજાએ પણ ફની રીતે અશ્વિનની મસ્તી કરી હતી.

 

 

અશ્વિને ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘અને ઓસ્કાર એવોર્ડ જાય છે…’ આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજાએ અશ્વિનને ખૂબ જ ફની રીતે છેતર્યો છે. આ વીડિયો રાજસ્થાન રોયલ્સ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને શેર કરતી વખતે રાજસ્થાન રોયલ્સે લખ્યું, ‘જ્યારે તમારે પ્લેયર ઓફ ધ સિરીઝની ઈનામની રકમ શેર કરવાની હોય છે.’ અશ્વિન અને જાડેજાને પ્લેયર ઓફ ધ સિરીઝ માટે 2.5 લાખ રૂપિયાની સંયુક્ત ઈનામી રકમ મળી છે. અમદાવાદ ટેસ્ટમાં 186 રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સિરીઝમાં સ્પિનરોએ દમ દેખાડ્યો

બોર્ડર ગાવાસ્કર ટ્રોફી 2023 નુ સમાપન થયુ છે. સિરીઝમાં સ્પિનરોએ દમ દેખાડ્યો હતો, તો અંતિમ ટેસ્ટમાં બંને ટીમના બેટરોએ શાનદાર બેટિંગ રમત દર્શાવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ હતી. મેચના અંતિમ દિવસે મેચ ડ્રો સાથે ખતમ કરવામાં આવી હતી. ભારતે સિરીઝને 2-1 થી પોતાના નામે કરી હતી. સતત ચોથી વાર ભારતે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી જીતી લીધી છે. ટૂર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને બંનેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બંને ખેલાડીઓએ બેટ અને બોલ બંને વડે સૌને પ્રભાવિત કર્યા હતા.

Published On - 11:48 am, Tue, 14 March 23