Quinton de Kock: દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોક સંન્યાસ જાહેર કર્યો, સેન્ચ્યુરિયનમાં હાર બાદ લીધો મોટો નિર્ણય

|

Dec 31, 2021 | 9:09 AM

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ની બંને ઇનિંગ્સમાં ક્વિન્ટન ડી કોક (Quinton de Kock) નિષ્ફળ રહ્યો, ટીમને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો.

Quinton de Kock: દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોક સંન્યાસ જાહેર કર્યો, સેન્ચ્યુરિયનમાં હાર બાદ લીધો મોટો નિર્ણય
Quinton de Kock

Follow us on

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) માં હાર બાદ દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે (Quinton de Kock) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ડી કોકનો આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે તે માત્ર 29 વર્ષનો છે અને તેણે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટને ખૂબ જ વહેલા છોડવાનું નક્કી કર્યું છે. ડી કોકે દક્ષિણ આફ્રિકા માટે 54 ટેસ્ટમાં 3300 રન બનાવ્યા હતા અને તેની બેટિંગ એવરેજ 38.83 હતી. ડી કોકના બેટમાં 6 ટેસ્ટ સદી અને 22 હાફ સેન્ચુરી નોંધાઇ છે.

સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના આ વિકેટકીપરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ડી કોકે પ્રથમ દાવમાં 34 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં 21 રન જ બનાવી શક્યા હતા. ડી કોક બંને દાવમાં બોલ્ડ થયો હતો. ડી કોકની નિષ્ફળતાની અસર દક્ષિણ આફ્રિકાની ટીમ પર પણ પડી. દક્ષિણ આફ્રિકા ટીમ ઈન્ડિયા સામે પ્રથમ ટેસ્ટ 113 રનથી હારી ગયું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમ સેન્ચુરિયનમાં પ્રથમ વખત એશિયન ટીમ સામે ટેસ્ટ હારી છે. તે જ સમયે, આ મેદાન પર દક્ષિણ આફ્રિકાની ટીમની આ માત્ર બીજી હાર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

ડી કોકે નિવૃત્તિ કેમ લીધી?

જણાવી દઈએ કે ક્વિન્ટન ડી કોક ભારત વિરૂદ્ધ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ રમવાનો નહોતો. વાસ્તવમાં તેની પત્ની સાશા ગર્ભવતી છે અને તેથી જ ડી કોકે પિતૃત્વની રજા લીધી હતી. પરંતુ સેન્ચ્યુરિયન ટેસ્ટ પૂરી થતાં જ તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને બધાને ચોંકાવી દીધા છે. માત્ર 29 વર્ષીય ડી કોક આગામી 7-8 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકશે, પરંતુ તેણે આ નિર્ણયનું કારણ પણ ચાહકો સાથે શેર કર્યું.

ડી કોકે ટેસ્ટ નિવૃત્તિ બાદ પોતાનું નિવેદન જાહેર કરતા કહ્યું કે આ નિર્ણય તેના માટે ઘણો મુશ્કેલ હતો. જો કે, તે ODI અને T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. ડી કોકે લખ્યું, ‘મારા માટે આ નિર્ણય બિલકુલ સરળ નહોતો. મેં મારા ભવિષ્ય વિશે ઘણું વિચાર્યું અને હવે મારી પ્રાથમિકતા સાશા અને મારું બાળક છે. મારો પરિવાર મારા માટે સર્વસ્વ છે અને હું મારા જીવનના નવા અધ્યાયમાં મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું.

 

આ પણ વાંચોઃ IND vs SA: ભવ્ય વિજય સાથે ટીમ ઇન્ડિયાએ ‘વર્ષ 2021’ નો શાનદાર અંત કર્યો, જાણો રેકોર્ડના આંકડાઓ સાથેની ભારતીય ટીમની સફળતા

આ પણ વાંચોઃ Team India Schedule 2022: ટીમ ઇન્ડિયાની આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર, T20 વિશ્વકપની આશા

Published On - 11:33 pm, Thu, 30 December 21

Next Article