
પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League) માં શનિવારે લાહોર કલંદર્સ અને ઇસ્લામાબાદ યુનાઇટેડ વચ્ચેની મેચ રમાઇ રહી હતી.આ મેચમાં ઇંગ્લેન્ડ (England Cricket) ના 22 વર્ષના બેટ્સમેને તોફાની ઇનિંગ રમી હતી. આ ખેલાડીનું નામ હૈરી બ્રુક (Harry Brook) છે. હૈરી બ્રુક પાકિસ્તાન સુપર લીગમાં લાહોર ટીમ તરફથી રમી રહ્યો છે અને તેમે ઇસ્લામાબાદ યુનાઇટેડના બોલરો સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે તોફાની બેટિંગ કરતા 49 બોલમાં તોફાની અણનમ 102 રનની ઇનિંગ રમી હતી. જેમાં તેણે 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
22 વર્ષના હૈરી બ્રુકે પીએસએલની આ સિઝનમાં ચોથીવાર બેટિંગ કરવાની તક મળી હતી અને આ બેટ્સમેને તોફાની બેટિંગ કરીને પોતાની ટીમ માટે મજબુત સ્કોર ખડો કર્યો હતો. હૈરીની સદીની મદદથી લાહૌર ટીમે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 197 રન બનાવ્યા હતા.
Lahore Qalandars are an unstoppable force right now, thanks to this young man. #HBLPSL7 l #LevelHai l #LQvIU pic.twitter.com/H5xjU1yvMc
— PakistanSuperLeague (@thePSLt20) February 19, 2022
હૈરી બ્રુકે 19મી ઓવરમાં અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને પોતાની સદી પુરી કરી. તે ત્રીજી ઓવરમાં મેદાન પર ઉતર્યો હતો. મોહમ્મદ હફીજના રનઆઉટ થયા બાદ તેણે મેદાન પર પગ મુક્યો હતો અને અંત સુધી મેદાન પર રહીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. આ ઇનિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 208.16 રહ્યો હતો. હૈરી બ્રુકે ઓપનિંગ બેટ્સમેન ફખર જમા સાથે સદીની ભાગીદારી નોંધાવી હતી. હૈરી જ્યારે મેદાન પર આવ્યો ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટના ભોગે 12 રનનો હતો. તેણે ફખર સાથે મળીને ટીમનો સ્કોર 113 રન સુધી પહોંચાડ્યો હતો. ફખરે 41 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો.
હૈરી બ્રુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરી દીધું છે. પણ તેણે ઇંગ્લેન્ડ માટે હજુ માત્ર એક જ ટી20 મેચ રમી છે. તેમે ગત મહિને 26 જાન્યુઆરી સામે વેસ્ટ ઇન્ડિઝ સામે બ્રિજટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. આ મેચમાં તેણે માત્ર 10 રન જ બનાવ્યા હતા. તેણે કારકિર્દીમાં અત્યાર સુધી 56 મેચ રમી છે. જેમાં 1389 રન બનાવ્યા છે. ફર્લ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 48 મેચમાં 2100 રન બનાવ્યા છે. તો લિસ્ટ-એ ક્રિકેટમાં તેણે 15 મેચ રમી છે અને 343 રન બનાવ્યા છે.
આ પણ વાંચો : Ranji Trophy 2022: ચેતેશ્વર પુજારાનું શર્મનાક પ્રદર્શન, શ્રીસંત પણ થયો ફ્લોપ, જાણો ત્રીજા દિવસે તમામ ટીમનો સ્કોર
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ અધવચ્ચેથી છોડી PSL, આ છે મુખ્ય કારણ