
ટીમ ઈન્ડિયા અને IPLમાંથી લાંબા સમયથી બહાર ચાલી રહેલ પૃથ્વી શોએ મુંબઈ સામેની પ્રેક્ટિસ મેચમાં શાનદાર સદી ફટકારી હતી, પરંતુ તે આઉટ થતાં જ મેચમાં મોટી બબાલ થઈ ગઈ. આ ખેલાડી તેની જૂની ટીમના સાથી ખેલાડીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યો અને ચાલુ મેચમાં મોટી બબાલ થઈ ગઈ હતી.
પૃથ્વી શોએ ફરી એકવાર એવું કર્યું છે જેના માટે તે જાણીતો છે. રણજી ટ્રોફી પહેલા મહારાષ્ટ્ર માટે પ્રેક્ટિસ મેચ રમી રહેલા પૃથ્વી શોએ તોફાની સદી ફટકારી હતી. મોટી વાત એ છે કે શોના બેટમાંથી આ સદી તેની જૂની રણજી ટીમ મુંબઈ સામે આવી હતી, જેને તેણે આ વર્ષે છોડી દીધી હતી. MCA ખાતે રમાઈ રહેલી આ મેચમાં પૃથ્વીએ મુંબઈના બોલરો સામે તોફાની બેટિંગ કરી અને 219 બોલમાં 181 રન બનાવ્યા. જોકે, પૃથ્વી શોની આ સદી બાદ મેચમાં મોટો વિવાદ થયો હતો. આ ખેલાડીએ મુંબઈના ખેલાડીઓ સાથે ઝપાઝપી કરી હતી.
પૃથ્વી શોએ મુંબઈના બોલર સામે દમદાર બેટિંગ કરી. પૃથ્વી 73.2 ઓવર સુધી ક્રીઝ પર રહ્યો અને 219 બોલમાં 181 રન બનાવ્યા. શોની સદીથી મહારાષ્ટ્રનો સ્કોર 430 સુધી પહોંચ્યો, પરંતુ તે આઉટ થતાં જ મેદાનમાં ભારે હોબાળો મચી ગયો. પૃથ્વી શોને મુશીર ખાને આઉટ કર્યો અને ત્યારબાદ મુંબઈના ખેલાડીઓએ તેને સ્લેજિંગ કર્યું. સ્લેજ સાંભળીને પૃથ્વી શો ગુસ્સે થઈ ગયો અને મુંબઈના ખેલાડીઓ પર બૂમો પાડતો જોવા મળ્યો. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી.
Heated exchange between Prithvi Shaw and Mumbai players after his wicket! pic.twitter.com/l9vi1YgeYs
— INSANE (@1120_insane) October 7, 2025
પૃથ્વી શોએ શાનદાર બેટિંગ કરી. તેણે અને ઓલરાઉન્ડર અર્શીન કુલકર્ણીએ પ્રથમ વિકેટ માટે 305 રન ઉમેર્યા. પૃથ્વી શોએ આ મેચમાં મક્કમતાથી બેટિંગ કરી. તેણે 84 બોલમાં અડધી સદી ફટકારી અને 144 બોલમાં તેની સદી પૂરી કરી. શોની બેટિંગથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે આ રણજી ટ્રોફી સિઝનમાં મહારાષ્ટ્ર માટે એક મજબૂત ખેલાડી બનશે.
આ પણ વાંચો: અજીત અગરકર આવ્યો અને એક પછી એક સ્ટાર ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા થયા બંધ