ભારત પછી જો કોઈ ટીમે ઓસ્ટ્રેલિયાના ગાબાનું ગૌરવ તોડ્યું હોય તો તે વેસ્ટ ઈન્ડિઝ હતું. આ મેચમાં એકલા હાથે 7 ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને આઉટ કરી ધમાલ મચાવનાર શમર જોસેફ જોકે હવે ઈન્ટરનેશનલ T20 લીગની ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તેના આ લીગમાંથી બહાર થવાનું કારણ ઈજા છે.
વાસ્તવમાં, શમર જોસેફ ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બેટિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કના યોર્કરને રમતા અંગૂઠામાં ઈજા થઈ હતી. હવે ટેસ્ટ ક્રિકેટને પોતાના માટે બધાથી ઉપર રાખનાર શમર જોસેફે ઈજા છતાં પોતાની બોલિંગથી તબાહી મચાવી. પરંતુ,હવે તે અનફિટ થયો છે અને તેને આરામ અને ઉપચારની જરૂર છે. જેને ધ્યાનમાં રાખી શમરે ILT20માંથી બહાર થવાનો નિર્ણય લીધો છે.
શમર જોસેફના અંગૂઠાની ઈજાને સ્કેન કરવામાં આવી છે અને સારી વાત એ છે કે તેમાં કોઈ ફ્રેક્ચર નથી. મતલબ કે તેની રિકવરી બહુ મુશ્કેલ નહીં હોય. ટીમની જરૂરિયાતને સમજીને શમર જોસેફે ગાબા ટેસ્ટમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તે પેઈનકિલર લઈને મેદાનમાં આવ્યો હતો. અને તે પછી તેણે જે કર્યું તે ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગયું.
Shamar Joseph ruled out of the ILT20 due to a toe injury which he suffered at the Gabba Test. (Espncricinfo). pic.twitter.com/RrTouoWMPd
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024
શમર જોસેફે ઈજા અને દુખાવો હોવા છતાં ગાયબ ટેસ્ટમાં પોતાનું બેસ્ટ આપ્યું અને ટેસ્ટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલમાંથી એક બોલિંગ કરી. તેણે 68 રન આપીને 7 વિકેટ લીધી અને ઓસ્ટ્રેલિયાની હાર નિશ્ચિત કરી હતી. શમરની દમદાર અને ધારદાર બોલિંગે વેસ્ટ ઈન્ડિઝને ઓસ્ટ્રેલિયામાં 1997 બાદ પહેલી જીત અપાવી હતી.
ટેસ્ટ ક્રિકેટ રમવાને લઈને શમર જોસેફ કેટલો ઉત્સાહિત છે તે તેના નિવેદન પરથી સમજી શકાય છે. તેણે કહ્યું કે મારા માટે ટેસ્ટ ક્રિકેટ પ્રાથમિકતા છે. અને હું વેસ્ટ ઈન્ડિઝ માટે રમવા માટે હંમેશા તૈયાર છું. શમરના મતે, તેને જાહેરમાં એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે T20 યુગમાં ટેસ્ટ તેનું માનીતું ક્રિકેટ ફોર્મેટ છે.
આ પણ વાંચો : 5 નહીં પરંતુ 500 છોકરીઓ છે… શોએબ મલિકે આ શું કહ્યું ? જુઓ ચોંકાવનારો વીડિયો