IPL 2022 માં આજે માત્ર બે ટીમો જ નહીં પરંતુ બે બેસ્ટ ફ્રેન્ડ્સ વચ્ચે પણ મેચ છે. હવેથી થોડા સમય પછી, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (PBKS vs LSG) ની ટીમો પુણેમાં ટકરાશે, પરંતુ આમાં બે મિત્રો પણ સામસામે હશે. પંજાબના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને લખનૌના કેપ્ટન મયંક અગ્રવાલ (Mayank Agarwal) ની મિત્રતા સ્કૂલના દિવસોથી જ ચાલી રહી છે. બંને કર્ણાટક માટે સાથે રમ્યા છે, ટીમ ઈન્ડિયા માટે રમ્યા છે, આઈપીએલમાં પણ રમ્યા છે. પરંતુ 15મી સીઝનમાં તેઓ સામસામે છે. બંને મિત્રોની ટીમો વચ્ચે સિઝનમાં આ પ્રથમ મુકાબલો છે.
મેચમાં ટોસ થઈ ચુક્યો છે. જે પંજાબે જીત્યો છે અને લખનૌની ટીમને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. પંજાબ કિંગ્સે આ મેચ પહેલા 8 મેચ રમી છે, જેમાં 4માં જીત અને 4માં હાર થઈ છે. આ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. તે જ સમયે, લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. તેણે અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી 5 જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે.
#PBKS have won the toss and they will bowl first against #LSG.
Live – https://t.co/fhL4hICkLZ #PBKSvLSG #TATAIPL pic.twitter.com/iwWj6sJ6Nr
— IndianPremierLeague (@IPL) April 29, 2022
What’s the time? It’s knock o’ clock! 🏏
The #SuperGiants will bat first.#AbApniBaariHai💪 #IPL2022 🏆 #bhaukaalmachadenge #lucknowsupergiants #lsg #T20 #TataIPL pic.twitter.com/pIkl3Ko589— Lucknow Super Giants (@LucknowIPL) April 29, 2022
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટન, જોની બેયરિસ્ટો, જીતેશ શર્મા, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, ક્રુણાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બદોની, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.
Published On - 7:19 pm, Fri, 29 April 22