હજારો લોકોની સામે સ્મૃતિ મંધાનાને તેની ગર્લફ્રેન્ડ કહી, પછી કહ્યું I Love You, જુઓ Video

|

Jul 31, 2023 | 11:28 PM

સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ તાજેતરમાં એશિઝ સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન ઓવલ ગ્રાઉન્ડ પર ક્રિકેટની મજા લેતા જોવા મળ્યા હતા અને ત્યારથી તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. જે બાદ હવે એક વીડિયો સામે આવ્યો છે જે બાદ તેમના સંબંધો પર લગભગ મહોર લાગી ગઈ છે.

હજારો લોકોની સામે સ્મૃતિ મંધાનાને તેની ગર્લફ્રેન્ડ કહી, પછી કહ્યું I Love You, જુઓ Video
Smriti Mandhana

Follow us on

ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તેનું કારણ બોલિવૂડ સિંગર પલાશ મુછલ (Palash Muchhal) સાથેના તેના અફેરની અફવા હતી. બંને લંડનમાં સાથે જોવા મળ્યા હતા. આ બંને ઓવલમાં રમાઈ રહેલી એશિઝ સિરીઝની પાંચમી અને અંતિમ મેચમાં ક્રિકેટની મજા લેતા જોવા મળ્યા હતા. ત્યારપછી આ બંનેના અફેરની વાતો ઉડી હતી, જેને હવે પલાશે પોતે હજારો લોકોની સામે કન્ફર્મ કર્યું છે કે મંધાના તેની ગર્લફ્રેન્ડ છે.

વીડિયો થયો વાયરલ

મંધાના અને પલાશ બંનેએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ પર ઓવલમાં મેચ જોવાની તસવીરો પોસ્ટ કરી હતી. ત્યારથી બંને ચર્ચામાં હતા અને કહેવાય છે કે બંને લંડનમાં સાથે સમય વિતાવી રહ્યા છે. પલાશે હવે આ અફવાઓને હકીકતમાં ફેરવી દીધી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ખુલ્લેઆમ કહ્યું કે હું તને પ્રેમ કરું છું

પલાશે હવે હજારો લોકોની સામે સ્મૃતિ મંધાનાને પોતાની ગર્લફ્રેન્ડ જાહેર કરી છે. પલાશનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પલાશ એક કોન્સર્ટમાં છે. આ કોન્સર્ટમાં, તે સ્ટેજ પર એક ગીત ગાવાનો છે અને તે પહેલા તેણે કહ્યું કે તે જે ગીત ગાવાનો છે તે તેની ગર્લફ્રેન્ડ સ્મૃતિને સમર્પિત કરવા માંગે છે. આ પછી, I LOVE YOU TOO બોલે છે. જો કે, વીડિયોમાં તે ગીત દર્શાવવામાં આવ્યું નથી જે તેણે સ્મૃતિ માટે ગાયું છે.

પલાશે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું

પલાશ ગાયક ઉપરાંત સંગીતકાર પણ છે. તેણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ સાથે ‘ખેલેં હમ જી જાન સે’માં પણ કામ કર્યું છે. હાલમાં જ મંધાના બાંગ્લાદેશમાં ટીમ ઈન્ડિયા સાથે હતી ત્યારે પલાશ પોતાનો જન્મદિવસ ઉજવવા બાંગ્લાદેશ પણ ગયો હતો.

આ પણ વાંચો : Breaking News: IND vs IRL: આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહની ટીમ ઈન્ડિયામાં વાપસી

આગામી કેપ્ટન બની શકે છે

આ બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરની આકરી ટીકા થઈ હતી કારણ કે તેણે અમ્પાયરના નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કરતા સ્ટમ્પને બેટ મારી હતી. આ પછી, ટ્રોફી સાથે ફોટો પડાવતી વખતે બાંગ્લાદેશના કેપ્ટનની સામે અમ્પાયરોને ટોણો માર્યો હતો. આ પછી, ICC દ્વારા તેના પર મેચ ફીના 75 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. BCCIએ પણ તેમના પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જો ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી તેના હાથમાંથી નીકળી જાય છે તો તેની જગ્યાએ મંધાના કેપ્ટન બની શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article