પાકિસ્તાન અવળચંડાઈ પર ઉતર્યું, એશિયા કપના આયોજનને લઈ શરૂ થઈ નવી માંગ

|

Jul 15, 2023 | 10:23 PM

આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે અને તે 31મી ઓગસ્ટથી 13મી સપ્ટેમ્બર સુધી ચાલશે. તેના સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપવા માટે રવિવારે જ ACCની બેઠક મઅલશે જેમાં પાકિસ્તાન ફરી કઇંક નવું કરશે તેવી શક્યતા છે.

પાકિસ્તાન અવળચંડાઈ પર ઉતર્યું, એશિયા કપના આયોજનને લઈ શરૂ થઈ નવી માંગ
Pakistan

Follow us on

એવું લાગી રહ્યું છે કે એશિયા કપને લઈને હંગામો ચાલુ રહેશે અને દર વખતની જેમ આ વખતનું કારણ ફરી એકવાર પાકિસ્તાન છે. ઘણા મહિનાઓના સંઘર્ષ બાદ આખરે ગયા મહિને ટૂર્નામેન્ટના આયોજન માટે સમજૂતી થઈ હતી, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ફરીથી તેને અધવચ્ચે જ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે તેમણે વચનો આપવાનું શરૂ કરી દીધું છે. અહેવાલો અનુસાર, PCBના નવા બોસ હવે એશિયા કપની વધુ મેચો તેમના દેશમાં યોજવાની માંગ કરી રહ્યા છે.

એશિયા કપનું જલ્દી જાહેર થશે શેડ્યૂલ

ઓગષ્ટ -સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપનું આયોજન આ વખતે હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની બોર્ડના પૂર્વ અધ્યક્ષ નજમ સેઠીના પ્રસ્તાવ પછી જ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 6 ટીમોની ટૂર્નામેન્ટમાં પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી ચાલશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ACCની બેઠકમાં PCBની માંગ

એશિયા કપનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. 16 જુલાઈ, રવિવારના રોજ મળનારી ACCની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ પાકિસ્તાની બોર્ડ આ બેઠકને રોકવાના મૂડમાં છે. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, પાકિસ્તાન બોર્ડના નવા વડા ઝકા અશરફ આ બેઠકમાં નવો મુદ્દો ઉઠાવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અશરફે આ અઠવાડિયે ડરબનમાં આયોજિત ICC કોન્ફરન્સમાં ACC સભ્ય દેશોને નવી માંગ કરશે તેવો સંકેત આપ્યો હતો.

શ્રીલંકા પાસેથી મેચ છીનવી લેવાનો પ્રયાસ

રિપોર્ટમાં પાકિસ્તાની બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, PCB 4થી વધુ મેચો પાકિસ્તાનમાં રમાડવા ઈચ્છે છે. શ્રીલંકામાં ચોમાસાની સ્થિતિને કારણે આ માટે એક દલીલ કરવામાં આવી રહી છે. જે મુજબ શ્રીલંકામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મેચો પ્રભાવિત થવાની સંભાવના છે અને આવી સ્થિતિમાં PCB પાકિસ્તાનને કેટલીક વધુ મેચો આપવાની માંગ કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો આ ખેલાડી, ધોનીએ કારકિર્દીમાં આપ્યો નવો વળાંક

માંગ પૂરી થવાની શક્યતા ઓછી

હવે PCB ગમે તેટલો પ્રયાસ કરે, તેની માંગ પૂરી થવાની શક્યતા ઓછી છે. તેનું કારણ એક સાથે બે જગ્યાએ ટુર્નામેન્ટ યોજવામાં પડતી મુશ્કેલીઓ અને એક દેશથી બીજા દેશમાં જતી ટીમોની સમસ્યાઓ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article