પાકિસ્તાને વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં તેની બીજી મેચ પણ જીતી લીધી હતી. મંગળવારે વર્લ્ડ કપના ઈતિહાસમાં રેકોર્ડ 345 રનનો મોટો ટાર્ગેટ હાંસલ કરી પાકિસ્તાને (Pakistan) શ્રીલંકાને હરાવ્યું હતું. તેમ છતાં પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓને ટીમના સ્ટાર ખેલાડીના પ્રદર્શનથી નારાજ છે. શોએબ મલિક (Shoaib Malik) અને વસીમ અકરમે આના પર સવાલ ઉઠાવ્યા હતા.
વર્લ્ડ કપ 2023ની આઠમી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટે હરાવી વર્લ્ડ કપના ઈતિહાસમાં હાઈએસ્ટ 345 રનનો રનચેઝ કર્યો હતો. 344 રનના જવાબમાં પાકિસ્તાને માત્ર 4 વિકેટ ગુમાવીને 10 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દેખીતી રીતે, જ્યારે કોઈ ટીમ આટલી મોટી જીત હાંસલ કરે છે, ત્યારે દરેક ખેલાડીઓનું મનોબળ ઉંચુ હોય છે પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ શોએબ મલિક, વસીમ અકરમ જેવા ખેલાડીઓ આ જીતથી તો સંતુષ્ટ છે પરંતુ સ્ટાર ખેલાડી શાહીન આફ્રિદીની બોલિંગથી ખુશ નથી.
શોએબ મલિક અને વસીમ અકરમ માટે ચિંતાનું સૌથી મોટું કારણ શાહીન આફ્રિદી છે. શોએબ મલિકે કહ્યું કે, શાહીન તેની બેસ્ટ સ્પીડથી બોલિંગ નથી કરી રહ્યો, જે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે. જ્યારે વસીમ અકરમને લાગે છે કે શાહીન કદાચ તેની ઈજાથી ડરી રહી રહ્યો છે.
શોએબ મલિકે પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા કહ્યું કે શાહીન આફ્રિદીની ગતિ ઘણી ઘટી ગઈ છે. શાહીન પહેલા 145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો હતો, પરંતુ હવે તે સ્પીડ 130 કિમી / કલાક થઈ ગઈ છે. આ ઉપરાંત તેની બોલિંગમાં સ્વિંગ પણ ઘટી ગયો છે. શોએબ મલિકના મતે શાહીનની આ સમસ્યા પાકિસ્તાન માટે મોટી ચિંતાનું કારણ છે. કારણ કે પાકિસ્તાનને હજુ વર્લ્ડ કપમાં મોટી ટીમો રમવાની છે અને ત્યાં શાહીનની નબળાઈનો વિરોધી ટીમો ફાયદો ઉઠાવી શકે છે.
આ પણ વાંચો : World Cup 2023: અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપ્યો સંકેત, બાબરનું વધ્યુ ટેન્શન
પાકિસ્તાન મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે પણ શાહીન શાહ આફ્રિદી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મને લાગે છે કે શાહીનને ડર છે કે તેના ઘૂંટણની ઈજા ફરી સામે આવી શકે છે. આ ઉપરાંત, શ્રીલંકા સામે શાહીનની રાઉન્ડ ધ વિકેટ બોલિંગ પર ટિપ્પણી કરતી વખતે, તેમણે કહ્યું કે જ્યારે ડાબોડી બોલર શરૂઆતની ઓવરોમાં આ વ્યૂહરચના અપનાવે છે, તો તેનો અર્થ એ થાય છે કે તે બોલને નિયંત્રિત કરી રહ્યો નથી. માત્ર શોએબ મલિક અને વસીમ અકરમ જ નહીં, વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરી રહેલા વકાર યુનિસે પણ કહ્યું કે શાહીનની સ્પીડ ઘણી ઓછી થઈ ગઈ છે, જે યોગ્ય નથી એવું જણાવ્યું હતું.