શ્રીલંકાની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ કોલંબોના SSC સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ યજમાન ટીમ પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી શકી ન હતી. પાકિસ્તાને (Pakistan) શ્રીલંકાની ટીમને પહેલા જ દિવસે પ્રથમ દાવમાં 166 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પરંતુ આ મેચમાં શ્રીલંકાના એક ખેલાડીએ કંઈક એવું કર્યું કે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાને બે વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા છે અને તે શ્રીલંકાની ટીમથી 21 રન પાછળ છે. ઓપનર અબ્દુલ્લા શફીક 74 રન બનાવીને અણનમ છે. શાન મસૂદ 51 રન બનાવીને આઉટ થયો હતો. આશિતા ફર્નાન્ડોએ બે વિકેટ લીધી હતી, પરંતુ એક વિકેટમાં કુસલ મેન્ડિસનું મોટું યોગદાન રહ્યું હતું.
Perfect judgement running backwards by Kusal Mendis 😳
..#SLvPAKonFanCode pic.twitter.com/SHzV3yK3PZ
— FanCode (@FanCode) July 24, 2023
પાકિસ્તાનનો બેટ્સમેન મસૂદ સારી બેટિંગ કરી રહ્યો હતો. તેણે અડધી સદી ફટકારી હતી. પરંતુ તે અડધી સદી બાદ આઉટ થયો હતો. મેન્ડિસની શાનદાર ફિલ્ડિંગે તેને આઉટ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ફર્નાન્ડો 22મી ઓવર ફેંકી રહ્યો હતો. આ જમણા હાથના બોલરે બોલ શોર્ટ નાખ્યો જેના પર મસૂદે સિકસર મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ તેના બેટની ઉપરની કિનારી લઈને હવામાં મિડવિકેટમાં ગયો.
સર્કલની અંદર ઊભો રહેલ મેન્ડિસ દોડ્યો અને શાનદાર ડાઇવિંગ કેચ પકડ્યો. પાકિસ્તાનની ટીમ આ કેચ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તો બીજી તરફ શ્રીલંકાના ખેલાડીઓ આનંદથી નાચી ઉઠ્યા હતા. શ્રીલંકાના કોચ પણ આનાથી ઘણા ખુશ થયા હતા અને તેમની પ્રતિક્રિયા ટીવી પર કેદ થઈ હતી.
પાકિસ્તાનના બે બોલર નસીમ શાહ અને અબરાર અહેમદનો શ્રીલંકન ટીમને સસ્તામાં આઉટ કરવામાં મોટો હાથ હતો. નસીમે આ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે અબરારે ચાર વિકેટ લીધી હતી. શાહીન શાહ આફ્રિદી વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ 57 રન બનાવ્યા હતા, જ્યારે દિનેશ ચાંદીમલે 34 રન બનાવ્યા હતા.