પાકિસ્તાને શ્રીલંકા સામે 345 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો હતો. તેણે વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો ગોલ કર્યો. આ મામલે પાકિસ્તાને આયર્લેન્ડનો રેકોર્ડ તોડ્યો હતો. આયર્લેન્ડે 2011માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં સાત વિકેટે 329 રન બનાવીને જીત મેળવી હતી.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 50 ઓવરમાં નવ વિકેટે 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 48.2 ઓવરમાં ચાર વિકેટે 348 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
વર્લ્ડ કપની આઠમી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને છ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 50 ઓવરમાં નવ વિકેટે 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 48.2 ઓવરમાં ચાર વિકેટે 348 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
મોહમ્મદ રિઝવાને પોતાની સદી પૂરી કરી લીધી છે. પાકિસ્તાનની ટીમ ધીમે ધીમે જીત તરફ આગળ વધી રહી છે. તેણે 43 ઓવરમાં ત્રણ વિકેટે 294 રન બનાવ્યા છે. મોહમ્મદ રિઝવાન 102 બોલમાં 105 રન બનાવીને અણનમ છે અને સઈદ શકીલ 27 બોલમાં 29 રન બનાવીને અણનમ છે. પાકિસ્તાને જીતવા માટે 42 બોલમાં 51 રન બનાવવાના છે.
પથીરાણાએ શ્રીલંકાને જે વિકેટની શોધ હતી એ અપાવી છે. શફીકને હેમંથાના હાથમાં કેચ ઝડપાવીને પરત મોકલ્યો છે. શફીકે 103 બોલનો સામનો કરીને 113 રન નોંધાવ્યા હતા. આમ 176 રનની ભાગીદારી રમતને પથીરાણાએ તોડીને મોટી સફળતા મેળવી છે. શ્રીલંકાને માટે મેચમાં ફરી હાવી થવા માટે આ મહત્વની પળ બની શકે છે.
ઓપનર શફીકે 97 બોલમાં 100 રન પૂરા કર્યા છે. 32મી ઓવરમાં મદુશંકાના બોલ પર મીડ વિકેટ તરફ બાઉન્ડરી મેળવીને પોતાની સદી પુરી કરી હતી. આમ પાકિસ્તાનની સ્થિતિ શફીકે સંભાળતી રમત દર્શાવી છે. શ્રીલંકન ટીમ હવે થોડીક દબાણમાં જોવા મળી રહી છે.
ઓપનર શફીક અને વિકેટકીપર બેટર રિઝવાને પાકિસ્તાનની રમત પોતાના ખભા પર સંભાળી હોય એમ બંને સ્કોર બોર્ડને આગળ વધારી રહ્યા છે. રિઝવાને 29મી ઓવરની શરુઆત બાઉન્ડરી સાથે કરી હતી. આ સાથે જ તેણે અડધી સદી નોધાવી હતી. શફીકે પણ ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો. આમ પથીરાણાની આ ઓવરમાં 12 રન નિકાળ્યા હતા. આગળની ઓવર એટલે કે 30મી ઓવર લઈને દુનીથ આવ્યો હતો. તેની ઓવરમાં શફીકે છગ્ગાથી શરુઆત કરી હતી. તેમજ એક ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 12 રન સ્કોર બોર્ડમાં નોંધાયા હતા.
29મી ઓવરના પ્રથમ બોલ પર જ રિઝવાને બાઉન્ડરી ફટકારીને અડધી સદી પુર્ણ કરી લીધી છે. તેણે પથીરાણાના બોલ પર બેકવર્ડ પોઈન્ટ પર ચાર રન મેળવ્યા હતા. રિઝવાને 58 બોલમાં 50 રન નોંધાવ્યા છે. શફીકની સાથે તેણે મહત્વની ભાગીદારી નોંધાવી છે.
પાકિસ્તાન માટે લક્ષ્ય મુશ્કેલ જણાઈ રહ્યો છે, પરંતુ લડત જારી છે. 25 ઓવરની રમતના અંતે પાકિસ્તાને 138 રન 2 વિકેટના નુક્સાન પર નોંધાવ્યા છે. અબ્દુલ્લાહ 68 અને રિઝવાન 39 રન સાથે રનમાં છે. લક્ષ્ય હજુ 207 રન દૂર છે.
પાકિસ્તાનની ટીમે 21 ઓવરમાં બે વિકેટે 120 રન બનાવ્યા છે. ઇમામ ઉલ હક અને બાબર આઝમના આઉટ થયા બાદ અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાને ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 82 બોલમાં 83 રનની ભાગીદારી કરી હતી. શફીકે પોતાની અડધી સદી પૂરી કરી છે. તે 59 રન બનાવીને અણનમ છે. મોહમ્મદ રિઝવાને 30 રન બનાવ્યા છે.
દિલશાન મદુશંકાએ પણ શ્રીલંકાને બીજી સફળતા અપાવી હતી. તેણે આઠમી ઓવરના બીજા બોલ પર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને આઉટ કર્યો હતો. બાબર 15 બોલમાં 10 રન બનાવીને સદિરા સમરવિક્રમાના હાથે કેચ આઉટ થયો હતો.
પાકિસ્તાન સામે શ્રીલંકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લંકાની ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને જીતવા માટે 345 રન બનાવવા પડશે. તેના માટે કુસલ મેન્ડિન્સે સૌથી વધુ 122 રન બનાવ્યા હતા. વનડેમાં આ તેની ત્રીજી સદી છે. સાદિરા સમરવિક્રમાએ 108 રનની ઇનિંગ રમી હતી. તેણે ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.
આ બે સિવાય પથુમ નિસાન્કાએ 51 રનનું યોગદાન આપ્યું હતું. ધનંજય ડી સિલ્વાએ 25 રન, કેપ્ટન દાસુન શનાકાએ 12 રન અને દુનિથા વેલાલાગે 10 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હસન અલીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. હરિસ રઉફને બે સફળતા મળી. શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝે એક-એક વિકેટ લીધી હતી.
મોહમ્મદ નવાઝે પાકિસ્તાનને પાંચમી સફળતા અપાવી. તેણે ધનંજય ડી સિલ્વાને શાહીન આફ્રિદીના હાથે કેચ કરાવ્યો. ધનંજય 34 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો.
સાદિરા સમરવિક્રમાએ 36મી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. 36 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 4 વિકેટે 255 રન છે. સાદિરા સમરવિક્રમા 62 અને ડી સિલ્વા 09 રને રમી રહ્યા છે.
સાદિરા સમરવિક્રમા અડધી સદી ફટકાર્યા બાદ ક્રિઝ પર છે. શ્રીલંકાએ 35 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા છે. ધનંજય ડી સિલ્વા બીજા છેડેથી સમરવિક્રમાને સપોર્ટ કરી રહ્યો છે.
સાદિરા સમરવિક્રમાએ 43 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તે સારી બેટિંગ કરી રહ્યો છે અને તેનો પ્રયાસ અંત સુધી મેદાનમાં રહીને મોટી ઇનિંગ્સ રમવાનો રહેશે. તેણે અત્યાર સુધીની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે.
32 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 4 વિકેટે 232 રન છે. સાદિરા સમરવિક્રમા 46 અને ધનંજય ડી સિલ્વા 02 રને રમી રહ્યા છે. મેન્ડિસના આઉટ થયા બાદ શ્રીલંકાની રન બનાવવાની ગતિ ઘણી ધીમી થઈ ગઈ છે.
શ્રીલંકાની ચોથી વિકેટ 229 રનના સ્કોર પર પડી હતી. ચારિથ અસલંકા ત્રણ બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. હસન અલીએ તેને મોહમ્મદ રિઝવાનના હાથે કેચ કરાવ્યો હતો. હવે પાકિસ્તાનની ટીમ મેચમાં વાપસી કરી રહી છે. ધનંજય ડી સિલ્વા સદિરા સમરવિક્રમા સાથે ક્રિઝ પર છે. 31 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 230/4 છે.
કુસલ મેન્ડિસ 77 બોલમાં 122 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. ઈમામ ઉલ હકે હસન અલીના બોલ પર કુસલ મેન્ડિસને બાઉન્ડ્રી પાસે કેચ આઉટ કરાવ્યો હતો.
28 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 2 વિકેટે 204 રન છે. મેન્ડિસ 110 અને સદિરા 35 રને રમી રહ્યા છે.
કુસલ મેન્ડિસે માત્ર 65 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. મેન્ડિસ હવે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર શ્રીલંકન બેટ્સમેન બની ગયો છે. તેણે કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો. 28 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 2 વિકેટે 204 રન છે. મેન્ડિસ 110 અને સદિરા 35 રને રમી રહ્યા છે.
શ્રીલંકાનો સ્કોર બે વિકેટે 200 રનને પાર કરી ગયો છે. કુસલ મેન્ડિસ અને સાદિરા સમરવિક્રમા વચ્ચે સદીની ભાગીદારી રહી છે.
25 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 2 વિકેટે 181 રન છે. કુસલ મેન્ડિસ 61 બોલમાં 92 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે સદિરા સમરવિક્રમા 25 બોલમાં 30 રન બનાવીને ક્રિઝ પર છે. તેણે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી છે.
શ્રીલંકાએ 22 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા છે.
બીજી વિકેટ પડવાથી શ્રીલંકાના રનની ગતિ પર કોઈ અસર થઈ નથી. 20 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 2 વિકેટે 127 રન છે. કુસલ મેન્ડિસની સાથે સાદિરા સમરવિક્રમા પણ ઝડપી ગતિએ રન બનાવી રહી છે. મેન્ડિસ 58 અને સદિરા 12 રને ક્રિઝ પર છે.
પથુમ નિસાંકા 61 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. શાદાબ ખાને તેને અબ્દુલ્લા શફીકના હાથે કેચ કરાવ્યો હતો. હવે સાદિરા સમરવિક્રમા કુસલ મેન્ડિસ સાથે ક્રિઝ પર છે.
શ્રીલંકાની બીજી વિકેટ 107 રનના સ્કોર પર પડી હતી. પથુમ નિસાંકા 61 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો.
પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસ પાકિસ્તાન માટે મુસીબત બની રહ્યા છે. 15 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર એક વિકેટે 90 રન છે. બંને ઝડપથી રન બનાવી રહ્યા છે. મેન્ડિસ 37 અને નિસાંકા 47 પર પહોંચી ગયા છે.
પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસ ખૂબ જ સરળતાથી રન બનાવી રહ્યા છે. બંને પાકિસ્તાનના બોલરોને આંચકા આપી રહ્યા છે. નિસાંકા 44 અને મેન્ડિસ 25 રને રમી રહ્યા છે. 13 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 1 વિકેટે 79 રન છે.
શ્રીલંકાના 50 રન 9મી ઓવરમાં પૂરા થયા હતા. ઓવર પછી સ્કોર એક વિકેટે 53 રન છે. પથુમ નિસાંકા 30 બોલમાં 24 રન અને કુસલ મેન્ડિસ 21 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો છે. આ પહેલા કુસલ પરેરા શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો.
7 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર એક વિકેટના નુકસાને 37 રન છે. પાકિસ્તાનના ફિલ્ડરોએ બે કેચ છોડ્યા છે. જો આ બંને કેચ લેવામાં આવ્યા હોત તો શ્રીલંકન ટીમનો ટોપ ઓર્ડર આઉટ થયા હોત
કુસલ મેન્ડિસ અને પથુમ નિસાન્કા શ્રીલંકાની કમાન સંભાળી રહ્યા છે. 5 ઓવર પછી સ્કોર એક વિકેટે 29 રન છે. મેન્ડિસ 12 બોલમાં 14 રન અને નિસાંકા 15 બોલમાં 9 રન પર રમી રહ્યો છે.
કુસલ પરેરા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો છે. હસન અલીએ તેને વિકેટકીપર રિઝવાનના હાથે કેચ કરાવ્યો હતો. કુસલે ચાર બોલનો સામનો કર્યો, પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો નહીં. હવે કુસલ મેન્ડિસ નિસાંકા સાથે ક્રિઝ પર છે. ત્રણ ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 14/1 છે.
શ્રીલંકન ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કુસલ પરેરા અને પથુમ નિસાંકા ક્રિઝ પર છે. પાકિસ્તાન તરફથી બોલિંગની શરૂઆત શાહીન આફ્રિદીએ કરી હતી. એક ઓવર પછી શ્રીલંકાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના ચાર રન છે.
Pakistan vs Sri Lanka live score : હૈદરાબાદના સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપનો મુકાબલો શરૂ. શ્રીલંકન બેટ્સમેન ક્રિઝ પર હાજર.
PAK vs SL cricket live score : વર્લ્ડ કપ 2023 માં આજે આઠમાં મુકાબલામાં પાકિસ્તાન અને શ્રીલંકા છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મુકાબલા પહેલા ટોસ યોજાયો હતો, જેમાં શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન પહેલા બોલિંગ કરશે.
PAK vs SL live score : હૈદરાબાદમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મુકાબલો થશે. બપોરે 1:30 વાગ્યે બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાશે.
Published On - 1:08 pm, Tue, 10 October 23