Pak vs Nz: ટેસ્ટ ડ્રો થયા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબરને રિપોર્ટરે સંભળાવી-આ કોઈ રીત નથી બાબર

|

Dec 31, 2022 | 11:32 AM

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાયેલ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. પાકિસ્તાન આ અગાઉ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 3-0 થી ઘર આંગણે હાર્યુ હતુ. પાકિસ્તાને પોતાના જ ઘરમાં પોતાની આબરુ ધૂળમાં મેલાવી હતી. કરાચી ટેસ્ટ બાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના સુકાનીને ફરી એકવાર હારથી બચવાની રાહત જોઈ શકાતી હતી. જોકે પાકિસ્તાને જીતની […]

Pak vs Nz: ટેસ્ટ ડ્રો થયા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબરને રિપોર્ટરે સંભળાવી-આ કોઈ રીત નથી બાબર
Babar Azam ને સંભળાવી પત્રકારે

Follow us on

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાયેલ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. પાકિસ્તાન આ અગાઉ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 3-0 થી ઘર આંગણે હાર્યુ હતુ. પાકિસ્તાને પોતાના જ ઘરમાં પોતાની આબરુ ધૂળમાં મેલાવી હતી. કરાચી ટેસ્ટ બાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના સુકાનીને ફરી એકવાર હારથી બચવાની રાહત જોઈ શકાતી હતી. જોકે પાકિસ્તાને જીતની પળ જોવાનુ સપનુ પુરુ થઈ શક્યુ નહોતુ. આવામાં પ્રેસ કોન્ફરન્સમાં સ્વાભાવિક જ પત્રકારો પણ સવાલ અણિયાળા તો પૂછવાના જ છે, પરંતુ બાબર આઝમ સવાલો સામે પોતાના વ્યવહારમાં ધૂંઆપૂંઆ જોવા મળી રહ્યો હતો.

બાબર આઝમ પાકિસ્તાનને ટેસ્ટમાં લાંબા સમયથી ઘર આંગણે જીત અપાવી શકતો નથી, જેને લઈ તે સવાલોથી ઘેરાયેલો રહે છે. હવે આ સવાલોને લઈ તેના વ્યવહારમાં પણ ગુસ્સો ભરાયેલો જોવા મળી રહ્યો છે. હવે તેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો છે. જેમાં એક પત્રકાર દ્વારા પાકિસ્તાન ટીમના સુકાની બાબર આઝમને સવાલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જોકે સવાલનો તેને મોકો નહોતો મળી રહ્યો. જોકે બાદમાં તેણે બાબર પર પોતાનો રોષ ઠાલવી દીધો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બાબર, આ કોઈ રીત છે

પત્રકારે પોતાનો સવાલ પૂછવા પર વારંવાર પ્રયાસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો. આ દરમિયાન પત્રકારે સવાલ પૂછવા માટે સંકેતો પણ આપ્યા હતા. પરંતુ સવાલ પૂછવામાં તેનો પ્રયાસ સફળ થઈ શક્યો નહોતો. આ દરમિયાન બાબર આઝમ પણ પ્રેસ કોન્ફરન્સમાંથી ઉઠીને ચાલવા લાગ્યો હતો. જેને લઈ પત્રકારે રોષ ઠાલવતા કહ્યુ કે, બાબર આ કોઈ રીત નથી. અહીં અમે સવાલ પૂછવા માટે તમને સંકેત કરી રહ્યા છીએ અને તમે છો તો સતત નજર અંદાજ કરી રહ્યા છો. તો વળી બાબરે પણ પત્રકારની સામે જોઈને ઘૂરવા લાગ્યો હતો.

 

ઈંગ્લેન્ડે વ્હાઈટ વોશ કર્યો હતો

આ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી હતી. પાકિસ્તાનમાં એક બાદ એક ત્રણેય ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી લીધી હતી. પાકિસ્તાનની હાલત શરમજનક થઈ ગઈ હતી. કારણ કે પોતાના જ ઘરમાં પોતાની ટીમનો શ્રેણીમાં વ્હાઈટ વોશ થઈ ગયો હતો. પાકિસ્તાનની તમામ બડાશોને ઈંગ્લેન્ડે 3-0થી જીત મેળવીને ધૂળમાં મિલાવી દીધી હતી.

તો વળી ન્યુઝીલેન્ડ સામે પણ હાલત ખરાબ થઈ ગઈ હતી અને સૂર્યપ્રકાશ ઓછો રહેતા મેચ ડ્રોમાં પહોંચી હતી. 7.3 ઓવરની રમત બાકી રહીને મેચ સમાપ્ત જાહેર કરવામાં આવી હતી. આ સમયે ન્યુઝીલેન્ડને 77 રનની જરુર જીત માટે હતી અને 9 વિકેટ હાથ પર હતી. આ પહેલા પ્રથમ ઈનીંગમાં કિવી ટીમે 612 રન પાકિસ્તાન સામે 9 વિકેટે નોંધાવી દાવ ડિક્લેર કર્યો હતો.

Published On - 11:31 am, Sat, 31 December 22

Next Article