Champions Trophy: પાકિસ્તાનમાં બે દશક બાદ ICC ટૂર્નામેન્ટ યોજવાની તક મળતા ઉત્સવનો માહોલ, પરંતુ જશે કોણ એ મોટો સવાલ!

|

Nov 17, 2021 | 8:21 AM

પાકિસ્તાન (Pakistan) માં બે દાયકાથી વધુ સમય બાદ ક્રિકેટની મોટી સ્પર્ધા પરત ફરશે. 2023માં એશિયા કપ (Asia Cup 2023) નું આયોજન પણ પાકિસ્તાનમાં થવાનું છે.

Champions Trophy: પાકિસ્તાનમાં બે દશક બાદ ICC ટૂર્નામેન્ટ યોજવાની તક મળતા ઉત્સવનો માહોલ, પરંતુ જશે કોણ એ મોટો સવાલ!
ICC Champions Trophy

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજા ICCની 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજીને ખૂબ ખુશ છે. આ ટૂર્નામેન્ટ સાથે, મોટી વૈશ્વિક સ્પર્ધા બે દાયકાથી વધુ સમય પછી દેશમાં પરત ફરશે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યાના બે મહિનાથી ઓછા સમયમાં PCB માટે સારા સમાચાર આવ્યા છે. રમીઝે ICCનો આભાર માન્યો અને કહ્યું કે આ સ્પર્ધા પાકિસ્તાનનો રમત પ્રત્યેનો જુસ્સો બતાવશે.

રમીઝ રાજાએ કહ્યું, હું અત્યંત ખુશ છું કે ICCએ તેની એલીટ ટૂર્નામેન્ટોમાંથી એક ને માટે યજમાન દેશ તરીકે પાકિસ્તાનને પસંદ કર્યું છે. પાકિસ્તાનને એક મોટી વૈશ્વિક ટૂર્નામેન્ટ ફાળવીને, ICC એ અમારા સંચાલન અને કાર્યકારી ક્ષમતા અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારત અને શ્રીલંકા સાથે મળીને 1996ના વર્લ્ડ કપની યજમાની કરનાર પાકિસ્તાન 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ઘણી આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી શક્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોણ જશે પાકિસ્તાન?

ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી અને ત્યારબાદ પાકિસ્તાને ફાઇનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ ટૂર્નામેન્ટ આઠ વર્ષ પછી ICC કેલેન્ડરમાં પાછી આવશે. 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે ત્યારે બે દાયકાથી વધુ સમય પછી પાકિસ્તાનમાં મોટી ક્રિકેટ સ્પર્ધા પાછી આવશે.

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ તાજેતરમાં પાકિસ્તાનના પ્રવાસમાંથી ખસી ગઈ હતી અને હવે તે જોવાનું રહે છે કે શું ટીમો પાકિસ્તાનના પ્રવાસની તૈયારી કરે છે. ભારતીય ટીમ માટે પાકિસ્તાન જવુ પણ દુર દુર દુરથી મુશ્કેલ લાગી રહ્યું છે. પાકિસ્તાનના પ્રવાસમાં ખચકાટની સંભાવના વચ્ચે, સૂત્રએ જણાવ્યું હતું કે, એવી સંભાવના છે કે તેમને UAEમાં યજમાની કરવી પડી શકે છે.

 

ભારતમાં ત્રણ મહત્વની ICC ટૂર્નામેન્ટ યોજાશે

યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડિઝને ICC દ્વારા 2024 T20 વર્લ્ડ કપના યજમાન તરીકે સંયુક્ત રીતે પસંદ કરવામાં આવ્યા છે. ઉત્તર અમેરિકામાં આ પ્રથમ વૈશ્વિક સ્પર્ધા હશે. ઘોષણા અનુસાર, ભારતને આગામી રાઉન્ડમાં ત્રણ ICC ઇવેન્ટની યજમાની કરવાની છે, જેમાં 2026 ના T20 વર્લ્ડ કપ અને 2031 માં યોજાનાર 50-ઓવરના વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. ભારત શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે મળીને 50 ઓવરના વર્લ્ડ કપની યજમાની કરશે. આ સિવાય 2029ની ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત એકલા જ યજમાની કરશે.

 

આ પણ વાંચોઃ IND vs PAK: ભારતીય ટીમ આગામી 4 વર્ષમાં 2 વાર પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે, 16 વર્ષ થી જે નથી થયુ એ ટીમ ઇન્ડિયા કરશે!

આ પણ વાંચોઃ Cricket: અઝીમ રફીકનો ખુલાસો, કાળા અને બ્રાઉન ખેલાડીઓને ‘કેવિન’ કહેતા ઇંગ્લેન્ડના બે દિગ્ગજ ક્રિકેટર, કુતરાના નામ પણ એ જ રાખ્યા હતા

Published On - 8:21 am, Wed, 17 November 21

Next Article