Sri Lanka vs Pakistan Test series: પાકિસ્તાનનો બોલર મેચની વચ્ચે ભૂલી ગયો હતો બોલિંગ, એક બોલ નાખવા લીધા 5 વખત રનઅપ, Video થયો વાયરલ

|

Jul 15, 2023 | 2:04 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-05 ની શરૂઆત શ્રીલંકાના પ્રવાસ પર બે ટેસ્ટ મેચની શ્રેણી સાથ કરશે. ગત ચેમ્પિયનશિપ સાયકલમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યુ હતુ. પ્રથમ ટેસ્ટની શરૂઆત 16 જુલાઇએ થશે.

Sri Lanka vs Pakistan Test series: પાકિસ્તાનનો બોલર મેચની વચ્ચે ભૂલી ગયો હતો બોલિંગ, એક બોલ નાખવા લીધા 5 વખત રનઅપ, Video થયો વાયરલ
2017 Pakistan Sri Lanka match Wahab Riaz video viral

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન World Test Championship ની ગત સાયકલમાં અત્યંત નિરાશાજનક રહ્યુ હતુ. પાકિસ્તાન ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હારી ગઇ હતી અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ડ્રો રહી હતી. હવે નવી ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલમાં પાકિસ્તાન શ્રીલંકામાં શરૂઆત કરવા જઇ રહ્યુ છે. પાકિસ્તાન શ્રીલંકામાં બે ટેસ્ટ મેચ રમશે. જ્યારે પાકિસ્તાન ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરવા જઇ રહ્યુ છે ત્યારે પાકિસ્તાન શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

પાકિસ્તાન બોલર મેચની વચ્ચે ભૂલી ગયો બોલિંગ

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 2017 માં દુબઇમાં જ્યારે ટેસ્ટ મેચ રમાઇ હતી ત્યારે શ્રીલંકાની પ્રથમ ઇનિંગ દરમિયાન પાકિસ્તાનનો બોલર વહાબ રિયાઝ મેચની વચ્ચે બોલિંગ કરવાનું ભૂલી ગયો હતો. ઇનિંગની 111મી ઓવરમાં વહાબ રિયાઝે ચાર બોલ નાખી દીધા હતા પણ તે બાદ તે તેની રિધમ ભૂલી ગયો હતો અને પાંચમો બોલ નાખવા માટે એક, બે, ત્રણ, ચાર નહી પણ પાંચ વખત રન અપ લીધો હતો અને પછી છઠ્ઠી વખત પ્રયાસ કરવા પર રિયાઝ બોલિંગ કરવામાં સફળ રહ્યો હતો.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

જુઓ વીડિયો


શ્રીલંકાએ આ મેચમાં 68 રનથી જીત મેળવી હતી. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં 482 રન કર્યા હતા જ્યારે જવાબમાં પાકિસ્તાને 262 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં શ્રીલંકા 96 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાન બીજી ઇનિંગ 248 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને મેચ 68 રનથી હારી ગઇ હતી. આ બે મેચની શ્રેણીમાં શ્રીલંકાની 2-0 થી જીત થઇ હતી.

16 જુલાઇથી બે મેચની શ્રેણીની શરૂઆત

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટ મેચની શરૂઆત થવા જઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ શ્રીલંકાના ગૉલમાં 16 જુલાઇ થી 20 જુલાઇ વચ્ચે રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ જુલાઇ 24 થી જુલાઇ 28 વચ્ચે કોલમ્બોમાં રમાશે.

ક્યા જોઇ શકાશે ટેસ્ટ મેચ

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું લાઇવ ટેલિકાસ્ટ ક્રિકેટ ચાહકો સોની નેટવર્ક પર જોઇ શકશે. જ્યારે સોનીલિવ એપ અને વેબસાઇટ પર પણ મેચનુ લાઇવ સ્ટ્રિમિંગ કરી શકાશે. બંને મેચની શરૂઆત ભારતીય સમય પ્રમાણે સવારે 10 વાગ્યે થશે.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article