પાકિસ્તાનની ટીમ (Pakistan Cricket Team) T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)ની સેમીફાઈનલમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. દુબઈમાં રમાયેલી બીજી સેમીફાઈનલમાં તેને ઓસ્ટ્રેલિયા (Austraia) એ પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટમાં પ્રવાસ થંભી ગયા બાદ પાક ટીમે પોતાના બિસ્તરા લપેટીને ફ્લાઈટ પકડી હતી. જોકે તે ફ્લાઈટ દ્વારા તે પોતાના ઘરે એટલે કે કરાચી, ઈસ્લામાબાદ કે લાહોર પહોંચવાની નહી, પરંતુ ઢાકા (Dhaka) પહોંચવાની હતી. બાબર આઝમ (Babar Azam) એન્ડ કંપની ઢાકાની સેમીફાઈનલમાં હારને કારણે તેમના ઘરમાં કોઈ હંગામાને કારણે નહીં પરંતુ શ્રેણી રમવાના ઈરાદા સાથે પહોંચી છે. વાસ્તવમાં બાંગ્લાદેશનો પાકિસ્તાન પ્રવાસ (Pakistan Tour of Bangladesh) 19 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.
પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમ પસંદ કરી છે, જેમાં 17 એ જ છે, જેઓ T20 વર્લ્ડ કપ 2021માં ટીમનો ભાગ હતા. ટીમમાં અલગ ઈફ્તિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન એકમાત્ર એવી ટીમ હતી જેને ગ્રુપ સ્ટેજમાં હારનો સામનો કરવો પડ્યો ન હતો. તેણે અજેય રહીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, જ્યાં ઓસ્ટ્રેલિયા સામેની હારથી તેના તમામ પ્રયાસો પર એક જ પળમાં જ પાણી ફેરવાઇ ગયુ હતુ.
બાંગ્લાદેશ પ્રવાસ પર પાકિસ્તાનની ટીમે 3 T20 અને 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આ પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી થશે. પ્રથમ 2 T20 મેચ 19 નવેમ્બર અને 20 નવેમ્બરના રોજ ઢાકામાં બેક ટુ બેક રમાશે. આ પછી, ત્રીજી T20 પણ ઢાકામાં રમાશે, પરંતુ તે 22 નવેમ્બરે રમાશે. ટી20 સીરીઝ બાદ ટેસ્ટ સીરીઝ 26 નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ 26 થી 30 નવેમ્બર દરમિયાન ચટગાંવમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન ઢાકામાં રમાશે.
PCB એ તેના ટ્વિટર હેન્ડલ પરથી પાકિસ્તાનની ટીમના બાંગ્લાદેશ જવાની માહિતી આપી હતી. એરપોર્ટના ખેલાડીઓની તસવીર શેર કરતા તેણે ખેલાડીઓના દુબઈથી ઢાકા જવાના સમય વિશે જણાવ્યું હતુ.
Pakistan team departs from Dubai to Dhaka for three T20I and two Test match series against Bangladesh which begins on 19 November.#BANvPAK | #HarHaalMainCricket pic.twitter.com/0lJqAHFYie
— Pakistan Cricket (@TheRealPCB) November 12, 2021
T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે. જો તે આ જ શૈલીમાં રમશે તો બાંગ્લાદેશમાં શ્રેણી જીતવી મુશ્કેલ નહીં હોય. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ ICC ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. પરંતુ આ હોવા છતાં, તે તેના ઘરમાં કોઈપણ ટીમના દાંત ખાટા કરવા સક્ષમ છે.
Published On - 7:37 am, Sat, 13 November 21