PAKvAUS: ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો મુખ્ય ખેલાડી થયો કોરોના સંક્રમિત

|

Mar 01, 2022 | 9:27 PM

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ 4 માર્ચ 2022 ના રોજ રાવલપિંડીમાં રમાશે.

PAKvAUS: ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો મુખ્ય ખેલાડી થયો કોરોના સંક્રમિત
Pakistan test cricket (PC: ESPNCricInfo)

Follow us on

ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સામે રાવલપિંડી ટેસ્ટ મેચથી પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket) ને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર હારિસ રાઉફ (Haris Rauf) કોરોના સંક્રમિત થઇ ગયો છે. તેનો મતલબ એ છે કે હવે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાંથી તે બહાર થઇ ગયો છે. ટીમમાં પરત ફરવા માટે તેને આઈસોલેશન અને કોરોનાની નેગેટીવ રિપોર્ટ સહીતની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ટેસ્ટ સીરિઝ માટે બોયા-સિક્યોર બબલમાં સ્થાનાંતરિત થયા બાદ 28 વર્ષના ખેલાડી હારિસ રાઉફનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ટેેસ્ટ ટીમમાં બાકીના સભ્યોની રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

હારિસ રાઉફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ ખેલાડીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હારિસ રાઉફ સહિત તમામ ખેલાડીઓનો ટેસ્ટ રિપોર્ટ ત્યારે આવ્યો જ્યારે તે બધા રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ટીમના ડૉક્ટરને કોરોનાનો રિપોર્ટ મળ્યા બાદ હારિસને મેદાનમાંથી અલગ કરી દેવામાં આવ્યો હતો. હોટલમાં ગયા બાદ ટીમના સભ્યોનો ફરીથી કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund


પાકિસ્તાન સુપર લીગ પૂર્ણ થયા બાદ હારિસ રાઉફ અને અન્ય સભ્યો પાકિસ્તાન ટીમ સાથે જોડાયા હતા. ત્યારબાદ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાકિસ્તાનની ટીમના કેટલાક ખેલાડીઓ ઇજાથી ઝઝુમી રહ્યા છે. ફહીમ અશરફ અને હસન અલી ઇજાના કારમે ટીમમાંથી બહાર છે. એવામાં હારિસ રાઉફ કોરોના સંક્રમિત થતા પાકિસ્તાન ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે.


ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે 24 વર્ષ બાદ આવી પહોંચી છે. રવિવારે કડર સુરક્ષા વચ્ચે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં પહોંચી હતી. સુરક્ષા વ્યવસ્થામાં ઘણા જવાનો હાજર હતા. પોલીસ અને અન્ય ફોર્સના હજારો જવાનો ખડે પગે ઓસ્ટ્રેલિયા ટીમની સુરક્ષામાં જોડાયેલા હતા.

ઓસ્ટ્રેલિયા ટીમને કોઇ પણ પ્રકારની સમસ્યા ન આવે તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. જોવાનું રહેશે કે આટલા વર્ષો બાદ પાકિસ્તાનમાં આવીને કેવું પ્રદર્શન કરે છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ 4 માર્ચ 2022 ના રોજ રાવલપિંડીમાં રમાશે.

આ પણ વાંચો : IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

આ પણ વાંચો : IND vs SL: વિરાટ કોહલીની ખાસ ઉપલબ્ધીએ BCCI દ્વારા ફેન્સને ખુશીના સમાચાર, દર્શકોને પ્રવેશ માટે આપી છૂટ

Published On - 9:25 pm, Tue, 1 March 22

Next Article