ICC ODI World Cup 2023ને હવે ત્રણ મહિનાનો સમય બાકી રહ્યો છે અને વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમો લગભગ નક્કી થઈ ગઈ છે. દસમાંથી હવે માત્ર એક સ્થાન માટે જગ્યા બાકી રહી છે, જેના માટે સ્કોટલેન્ડ અને ઝીમ્બાબ્વે વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ બધા વચ્ચે પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂકેલ એક ટીમના વર્લ્ડ કપમાં રમવા અંગે સસ્પેન્સ યથાવત છે અને એ છે પાડોશી દેશ પાકિસ્તાનની ટીમ.
એશિયા કપના પાકિસ્તાનમાં યોજવાના ભારતના વિરોધ બાદ ICC દ્વારા પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રીતે એશિયા કપ યોજવાનું નક્કી કરવામાં આવતા પાકિસ્તાન નારાજ થયું હતું, જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં નહીં રમવાની ધમકી આપી હતી. જોકે આ વિરોધના થોડા દિવસો બાદ જ પાકિસ્તાનના સૂર બદલાઈ ગયા છે અને હવે પાકિસ્તાન ભારતમાં રમવા તૈયાર થયું છે, જે માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે તેમના દેશના વડાપ્રધાનને પત્ર લખી ભારતમાં રમવાની પરવાનગી આપવા વિનંતી કરી છે.
Pakistan Cricket Board (PCB) has written a letter to Prime Minister Shehbaz Sharif through the Ministry of Inter-Provincial Coordination (IPC) to provide the national team clearance to visit India for the upcoming ICC World Cup 2023.
The cricket body has also requested the… pic.twitter.com/ftPf7VKCT3
— Dialogue Pakistan (@DialoguePak) July 2, 2023
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCBએ) વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખી આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારત પ્રવાસને મંજૂરી આપવા વિનંતી કરી છે. PCBએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયમાં પણ આ પત્રને મોકલ્યો છે. 26 જૂનના રોજ આ પત્ર લખવામાં આવ્યો હોવાનું હાલ સામે આવ્યું છે.
પાકિસ્તાનને તેમની વર્લ્ડ કપની મેચ અમદાવાદ સહિત અન્ય સ્થળોએ રમવાને લઈ વાંધો હતો. જેમાં ભારત અને અફઘાનિસ્તાનની સામેની મેચના સ્થળને બદલવાની તેમની ખાસ માંગ હતી, પરંતુ ICCએ જાહેર કરેલ વર્લ્ડ કપ 2023ના સંપૂર્ણ કાર્યક્રમમાં કોઈ ફેરફાર ન કરવામાં આવતા પાકિસ્તાનને ઝટકો લાગ્યો હતો, છતાં હવે પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમવા તૈયાર થયું છે. આ ઘટના અંગે પણ PCBએ પત્રમાં ખાતરી કરવા પાકિસ્તાન સરકારને વિનંતી કરી છે.
PCBએ વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખી વર્લ્ડ કપમાં ભાગ લેવાની ઈચ્છા જાહેર કરી દીધી છે, સાથે જ વર્લ્ડ કપનો સંપૂર્ણ કાર્યક્રમ અને પાકિસ્તાનની મેચો અંગે પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે. એવામાં હવે પાકિસ્તાનના વડાપ્રધાન શું નિર્ણય લે છે એના પર તમામની નજર રહેશે.