PAK vs WI: પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે વિન્ડીઝ ટીમની થઈ જાહેરાત, જાણો સંપુર્ણ કાર્યક્રમ

PAK vs WI: 31 મેથી કેરેબિયન ટીમ નેધરલેન્ડ (Netherland Cricket) અને 8 જૂનથી પાકિસ્તાનથી (Pakistan Cricket) ODI શ્રેણી રમવાની છે. આ માટે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે.

PAK vs WI: પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે વિન્ડીઝ ટીમની થઈ જાહેરાત, જાણો સંપુર્ણ કાર્યક્રમ
West Indies Cricket (File Photo)
| Edited By: | Updated on: May 10, 2022 | 5:56 PM

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ (Windies Cricket) ટીમ મેના અંતમાં અને આવતા મહિને નેધરલેન્ડ અને પાકિસ્તાન (Pakistan Cricket) સાથે વનડે શ્રેણી રમશે. કેરેબિયન ટીમ 31 મેથી નેધરલેન્ડ અને 8 જૂનથી પાકિસ્તાન સામે વનડે શ્રેણી રમવાની છે. આ માટે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે. જેસન હોલ્ડરને આ બંને શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

નિકોલસ પૂરન (Nicholas Pooran) નેધરલેન્ડ અને પાકિસ્તાન સામેની આગામી વનડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝના સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓલરાઉન્ડર જેસન હોલ્ડર (Jason Holder)ને બંને પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બંને ટીમો સામે અનુક્રમે 3 મેચની વનડે શ્રેણી રમવા માટે નેધરલેન્ડ અને પાકિસ્તાનનો પ્રવાસ કરશે. બંને ટીમો વચ્ચે નેધરલેન્ડ સામેની તેમની પ્રથમ શ્રેણી હશે. બંને સિરીઝ ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ હશે.

15 સભ્યોની ટીમમાં 3 નવા ચહેરાઓને તક મળી છે. જેમાં ઝડપી બોલર જેડન સીલ્સ અને શેરમન લુઈસ ઉપરાંત બેટ્સમેન કેસી કાર્ટીનો સમાવેશ થાય છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પસંદગી પામનાર કાર્ટી સેન્ટ માર્ટનનો પ્રથમ ખેલાડી બન્યો છે.

 

 

મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે કાર્ટીના સમાવેશ વિશે કહ્યું: “અમે કાર્ટીથી પ્રભાવિત થયા હતા અને તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે. અમે તેની ક્ષમતાની ઘણી ઝલક જોઈ. જે રીતે તે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડમાં CWI પ્રમુખ XI માટે રમ્યો હતો. અમને આશા હતી કે વેસ્ટ ઈન્ડિઝ માટે આ તકનો તે લાભ લેશે.”

હેન્સે સીલ્સ અને લુઈસની પણ પ્રશંસા કરી અને કહ્યું કે વિન્ડીઝ ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક શ્રેષ્ઠ ટીમ બનાવવા જઈ રહી છે. ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને 2 સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે એવિન લેવિસ પણ ચૂકી જશે. કારણ કે તે CWI ફિટનેસ માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો હતો.

નેધરલેન્ડ અને પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ

નિકોલસ પૂરન (સુકાની), શાઈ હોપ (ઉપ સુકાની), એનક્રુમા બોનર, શમરાહ બ્રૂક્સ, કેસી કાર્ટી, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, શેરમોન લુઈસ, કાયલ મેયર્સ, એન્ડરસન ફિલિપ, રોવમેન પોવેલ, જેડેન સીલ્સ, રોમારિયો શેફર્ડ અને હેડન વોલ્શ જુનિયર.

વેસ્ટ ઇન્ડિઝનો નેધરલેન્ડ પ્રવાસઃ

31 મેઃ વીઆરએ ક્રિકેટ ગ્રાઉન્ડ, એમ્સટેલવીનમાં પહેલી વન-ડે
2 જુનઃ વીઆરએ ક્રિકેટ ગ્રાઉન્ડ, એમ્સટેલવીનમાં બીજી વન-ડે
4 જુનઃ વીઆરએ ક્રિકેટ ગ્રાઉન્ડ, એમ્સટેલવીનમાં ત્રીજી વન-ડે

વેસ્ટ ઈન્ડિઝનો પાકિસ્તાન પ્રવાસઃ

8 જુનઃ પિંડી સ્ટેડિયમ, રાવલપિંડીમાં પહેલી વન-ડે
10 જુનઃ પિંડી સ્ટેડિયમ, રાવલપિંડીમાં બીજી વન-ડે
12 જુનઃ પિંડી સ્ટેડિયમ, રાવલપિંડીમાં ત્રીજી વન-ડે