મુલ્તાન ટેસ્ટમાં હેરી બ્રુકે પાકિસ્તાન સામે પણ ત્રેવડી સદી ફટકારી હતી. આ જમણા હાથના બેટ્સમેને માત્ર 310 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. કોઈપણ ઈંગ્લિશ બેટ્સમેનની આ સૌથી ઝડપી ત્રેવડી સદી છે અને 34 વર્ષ બાદ કોઈ ઈંગ્લિશ બેટ્સમેને ત્રેવડી સદી ફટકારી છે. હેરી બ્રુક પહેલા 1990માં એક ઈંગ્લિશ બેટ્સમેને ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ગ્રેહામ ગૂચે ભારત સામે 333 રનની ઈનિંગ રમી હતી. હવે બ્રુકે 34 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો છે.
હેરી બ્રુકે માત્ર 310 બોલમાં ત્રેવડી સદી ફટકારી અને હવે તે મુલતાનનો નવો સુલતાન બની ગયો છે. કારણ કે હેરી બ્રુક મુલતાનના મેદાન પર સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા સેહવાગે આ મેદાન પર 364 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. બ્રુકે મુલતાનમાં સેહવાગની સૌથી મોટી ઈનિંગનો રેકોર્ડ પણ તોડ્યો હતો. સેહવાગે મુલતાનમાં 309 રન બનાવ્યા હતા અને આ મેદાન પર બ્રુકે 317 રનની ઈનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદીની વાત કરીએ તો સેહવાગ પછી હેરી બ્રુકનો નંબર આવે છે. સેહવાગે દક્ષિણ આફ્રિકા સામે માત્ર 278 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.
Remarkable. Outstanding. Sensational.
Harry Brook brings up his triple-century in Multan
An unbelievable achievement from an incredible player and person. #PAKvENG pic.twitter.com/d4n11MezjW
— England’s Barmy Army (@TheBarmyArmy) October 10, 2024
હેરી બ્રુક ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર માત્ર છઠ્ઠો અંગ્રેજ ખેલાડી છે. હવે બ્રુકનું નામ લેન હ્યુટન, વેલી હેમન્ડ, ગ્રેહામ ગૂચ, એન્ડી સેન્ડહામ, જોન એડ્રિક જેવા મહાન લોકોની યાદીમાં જોડાઈ ગયું છે. વેલ, પહેલીવાર ઈંગ્લેન્ડના કોઈ ખેલાડીએ પાકિસ્તાન સામે ત્રેવડી સદી ફટકારી છે.
Harry Brook Virender Sehwag
The triple centurions in Multan club grows to two #PAKvENG pic.twitter.com/GlNLbIQCjW
— Sport360° (@Sport360) October 10, 2024
હેરી બ્રુકે મુલ્તાન ટેસ્ટમાં માત્ર 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ખેલાડીએ 118 બોલમાં પોતાની સદી ફટકારી હતી. બ્રુકે 186 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. બ્રુકે બેવડી સદી ફટકારવા માટે 245 બોલ રમ્યા હતા. બ્રુકે 281 બોલમાં 250 રન પૂરા કર્યા. આ પછી બ્રુકે 310 બોલમાં 300નો આંકડો પાર કર્યો.
આ પણ વાંચો: જો રૂટે બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી