પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team)એ પોતાની શાનદાર બેટિંગના આધારે ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સામે કરાચીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો કરી હતી. મહેમાન ટીમે પાકિસ્તાન સામે 506 રનનો પડકાર આપ્યો હતો. પાકિસ્તાને પ્રથમ દાવમાં જે રીતે બેટિંગ કરી તે જોઈને લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી જશે. પરંતુ સુકાની બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને (Mohammed Rizwan) સદી ફટકારીને મેચ ડ્રો કરી હતી. પાકિસ્તાને બુધવારે મેચના પાંચમા અને છેલ્લા દિવસે 7 વિકેટે 443 રન બનાવ્યા હતા. બાબર બેવડી સદી ચૂકી ગયો અને આઉટ થયો, પરંતુ રિઝવાને તેનું કામ કર્યું અને આ ક્રમમાં તે એડમ ગિલક્રિસ્ટ જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો.
રિઝવાને આ મેચમાં અણનમ 104 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે 177 બોલનો સામનો કર્યો હતો અને 11 ચોગ્ગા સાથે 1 સિક્સર ફટકારી હતી. આ મેચમાં બાબર અને રિઝવાને 115 રનની ભાગીદારી કરી હતી. બાબરના આઉટ થયા પછી રિઝવાન મેચમાં અંત સુધી ઊભો રહ્યો અને ટીમને હારમાંથી બચાવી.
આ સદી બાદ મોહમ્મદ રિઝવાન એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. રિઝવાનની આ બીજી ટેસ્ટ સદી છે. તે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સદી ફટકારનાર પાકિસ્તાન તરફથી બીજો એવો વિકેટકીપર છે. તેના પહેલા આ કામ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઈન ખાને 1995માં કર્યું હતું. આ સાથે જ તે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સદી ફટકારનાર સાતમો વિકેટકીપર-બેટ્સમેન છે. તેના પહેલા આ સિદ્ધી ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ, ભારતના યુવા વિકેટકીપર ઋષભ પંત, ઈંગ્લેન્ડના મેટ પ્રાયર અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સના નામે છે. જોકે આ ઇનિંગ દરમિયાન રિઝવાનને પણ જીવનદાન મળ્યું હતું. ઉસ્માન ખ્વાજાએ 91 રનના અંગત સ્કોર પર તેનો કેચ છોડ્યો હતો.
🗣 “We can work hard, and that’s what we did.”@iMRizwanPak is a happy man.
Full video: https://t.co/FApOzVcWso #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/i8j4ciDvlE
— Pakistan Cricket (@TheRealPCB) March 16, 2022
રિઝવાને મેચ બાદ કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરવી સરળ ન હતી. તેણે કહ્યું, “ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે પાંચ સેશન સુધી મેચ બચાવવા માટે બેટિંગ કરવી સરળ નથી. આપણે બધા જાણીએ છીએ કે તેનું બોલિંગ આક્રમણ કેટલું શાનદાર છે. જ્યારે બાબર અને હું બેટિંગ કરતા હતા, ત્યારે અમે જીતવા માટે વિચાર કર્યો હતો, પરંતુ બોલ ઘણો જૂનો હતો. તેથી જૂના બોલથી રન બનાવવું સરળ ન હતું.
આ પણ વાંચો : IPL 2022: રિષભ પંત અને અક્ષર પટેલ દિલ્હી ટીમ સાથે જોડાયા, 27 માર્ચે પહેલી મેચ