PAK vs AUS: 24 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પગ રાખ્યો, સ્ટીમ સ્મિથે શેર કરી તસ્વીર

|

Feb 27, 2022 | 9:23 AM

કાંગારૂ ટીમે પાકિસ્તાનમાં પૂર્ણ શ્રેણી રમવાની છે, જેમાં 3 ટેસ્ટ, 3 વન-ડે ઉપરાંત એક T20 મેચ રમવાની છે.

PAK vs AUS: 24 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પગ રાખ્યો, સ્ટીમ સ્મિથે શેર કરી તસ્વીર
Australia Cricket Team 1998 બાદ આ પ્રથમ વખત પાકિસ્તાન પ્રવાસ ખેડ્યો છે

Follow us on

24 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે (Australia Cricket Team) પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો છે. રવિવારે સવારે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા પાકિસ્તાન (Pakistan) પહોંચી હતી. 1998 બાદ આ પ્રથમ વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી છે. એટલા માટે જ આ પ્રવાસ ખૂબ જ ઐતિહાસિક છે. આ પ્રવાસને લઈને રોમાંચ છે. પાકિસ્તાનમાં ક્રિકેટ ફરી શરૂ થયા બાદ આ સૌથી મોટો પ્રવાસ છે. પાકિસ્તાન ક્રિકેટ માટે આ એક માઈલસ્ટોન છે. સ્ટીવ સ્મિથે (Steve Smith) પાકિસ્તાન પહોંચેલી ઓસ્ટ્રેલિયન ટીમની પહેલી તસવીર શેર કરી છે.

કાંગારૂ ટીમે પાકિસ્તાનમાં પૂર્ણ શ્રેણી રમવાની છે, જેમાં 3 ટેસ્ટ, 3 વન-ડે ઉપરાંત એક T20 મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી પાકિસ્તાનના 3 શહેરો રાવલપિંડી, લાહોર અને કરાચીમાં રમવાની છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્ટીવ સ્મિથ દ્વારા શેર કરાયેલ પ્રથમ તસવીર

પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ચાલની ઝલક બેટ્સમેન સ્ટીવ સ્મિથના કેમેરામાંથી જોવા મળી હતી. પાકિસ્તાનમાં પ્લેન લેન્ડ થયા બાદ તેણે એક તસવીર શેર કરી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ કોરોના નિયમોનું પાલન કરતા જોઈ શકાય છે. દરેક સીટ પર એક ખેલાડી બેઠો છે અને દરેકના ચહેરા પર માસ્ક છે. તો ખેલાડીઓને સુરક્ષા માટે ખાસ વાહનોનો ઉપયોગ કર્યાનુ દેખાઇ આવે છે.

ઓસ્ટ્રેલિયા સંપૂર્ણ તાકાતની ટીમ સાથે પાકિસ્તાન પ્રવાસે

ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની પૂરી તાકાત સાથે પાકિસ્તાન પહોંચી ગઈ છે. આ માટે તેણે ઘણી તૈયારી પણ કરી છે. પાકિસ્તાન જતા પહેલા ખેલાડીઓની તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામે પોતાની તૈયારીઓને સારી એવી ધાર આપી હતી. જો કે હવે પાકિસ્તાનની પીચો પર ઘરઆંગણે કરેલી તૈયારી કેટલી ઉપયોગી છે તે તો આગામી દિવસોમાં જ જાણવા મળશે.

ઓસ્ટ્રેલિયન ટીમ

પાકિસ્તાન પ્રવાસ માટેની ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ, એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, મિશેલ માર્શ, મિશેલ નેસર અને મિશેલ સ્વીપ્સન.

પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની ODI અને T20 ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એસ્ટોન અગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, બેન મેકડર્મોટ, કેન રિચાર્ડસન, કેન સ્ટેન. સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝમ્પા.

 

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો

આ પણ વાંચોઃ Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

Published On - 9:23 am, Sun, 27 February 22

Next Article