
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીમાં ભારતના ઘ્યાન ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. હવે ઈંગ્લેન્ડમાં વધુ એક ખેલાડીના ઈજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા છે. જોકે, આ ખેલાડીની ઈજાને કારણે ઈંગ્લેન્ડ અને ભારતને નહીં પરંતુ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે.
વાસ્તવમાં, ન્યુઝીલેન્ડને ઝિમ્બાબ્વે સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેની પહેલી મેચ 30 જુલાઈથી શરૂ થઈ રહી છે. જોકે, પહેલી ટેસ્ટ મેચ પહેલા જ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. એટલું જ નહીં, આ ખેલાડીની ઈજાને કારણે ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન પણ બદલવો પડ્યો હતો.
ઈજાને કારણે ન્યુઝીલેન્ડનો કેપ્ટન ટોમ લેથમ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમે. તેને ઈંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટમાં આ ઈજા થઈ હતી. ટોમ લેથમ બર્મિંગહામ બેયર્સ માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો અને ફિલ્ડિંગ કરતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી. NZCએ જણાવ્યું છે કે ટોમ ટીમ સાથે રહેશે અને 7 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ પહેલા સંપૂર્ણપણે ફિટ થવાની અપેક્ષા છે. મિશેલ સેન્ટનર લેથમની જગ્યાએ પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરશે.
ન્યુઝીલેન્ડ ટીમના હેડ કોચ રોબ વોલ્ટરે કહ્યું, ‘એ ખૂબ જ દુઃખદ છે કે ટોમ પહેલી ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે નહીં. જ્યારે પણ તમે કેપ્ટન ઈજાગ્રસ્ત હોય ત્યારે ટીમને મોટો ફટકો પડે છે. અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે બીજી ટેસ્ટ માટે તે ઉપલબ્ધ રહેશે. મિશેલે તાજેતરમાં હરારેમાં T20 ત્રિકોણીય શ્રેણી જીતી હતી અને તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ એક પણ મેચ હાર્યું નથી. આશા છે કે તે ટેસ્ટમાં પણ આ રીતે કેપ્ટનશીપ કરશે.’
ન્યુઝીલેન્ડ અને ઝિમ્બાબ્વે બે ટેસ્ટ મેચ રમશે. બીજી ટેસ્ટ મેચ 7 જુલાઈથી શરૂ થશે. જોકે ટોમ લેથમ પહેલી ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે નહીં, પરંતુ ટીમમાં ઘણા અન્ય મજબૂત ખેલાડીઓ છે જે ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ શ્રેણી જીતી શકે છે. ઝિમ્બાબ્વે ટીમની વાત કરીએ તો, તેનું નેતૃત્વ ક્રેગ એર્વિન કરશે.
આ પણ વાંચો: ત્રણ સ્ટમ્પ અને બે બેલ્સની માયાજાળ – જાણો શું છે ICCનો નિયમ નંબર-8