Odisha Train Accident: વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન અકસ્માત પર કરી ઈમોશનલ પોસ્ટ, ગંભીરે પણ દુઃખ વ્યકત કર્યું

વિરાટ કોહલી હાલ ઈંગ્લેન્ડમાં છે. તેનું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર હતું, પરંતુ ઓડિશામાં ગઇકાલે થયેલ ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને તે બેચેન થઈ ગયો હતો. વિરાટે ટ્વિટ કરી આ ઘટના અંગે દુઃખ પણ વ્યકત કર્યું હતું.

Odisha Train Accident: વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન અકસ્માત પર કરી ઈમોશનલ પોસ્ટ, ગંભીરે પણ દુઃખ વ્યકત કર્યું
Virat Kohli made an emotional post
| Edited By: | Updated on: Jun 03, 2023 | 1:20 PM

ઓડિશામાં ગત રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ થયેલા ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતે સેંકડો પરિવારોને એક જ ઝાટકે જીવનભરની પીડા આપી દીધી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા અકસ્માતના વીડિયો હૃદયને હચમચાવી નાખે તેવા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના વિશે સાંભળીને વિરાટ કોહલી પણ અંદરથી ધ્રૂજી ગયો અને તેણે આ ઘટના પર વેદના વ્યક્ત કરી હતી.

ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટના

કોહલી હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઈંગ્લેન્ડમાં છે. IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર લીગ સ્ટેજમાં પૂરી થઈ ગયા બાદ વિરાટ કોહકલી ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયો હતો, જ્યાં કોહલી WTC ફાઈનલની તૈયારીમાં વ્યસ્ત છે. WTCની ફાઈનલ 7 થી 11 જૂન દરમિયાન ઈંગ્લેન્ડની ઓવલ ખાતે રમાશે. કોહલીનું સંપૂર્ણ ધ્યાન હાલ માત્ર આ ફાઈનલ પર જ હતું, પરંતુ આ દરમિયાન ભારતમાં આ મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું છે અને તેણે ટ્વિટ કરી આ અંગે દુઃખ વ્યકત કરી હતી.

કોહલીએ દુઃખ વ્યક્ત કર્યું

વિરાટ કોહલીએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. કોહલીએ કહ્યું કે આ અકસ્માતમાં જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, મારી પ્રાર્થના તેમન પરિવારો સાથે છે. વિરાટે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની હું કામના કરું છું.

ગંભીર-હરભજને કયું ટ્વિટ

ટીમ ઈન્ડિયાના અનેક સ્ટાર ક્રીટરોએ આ દુર્ઘટના અંગે ટ્વિટ કરી સંવેદન વ્યકત કરી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું કે ભગવાન આ દુર્ઘટનાના પીડિત પરિવારોને શક્તિ આપે. ઘાયલ લોકોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી હતી. ગંભીરે કહ્યું કે આખો દેશ તેમની સાથે છે. હરભજન સિંહે પણ ટ્વીટ કર્યું હતું કે ઓડિશા ટ્રેન દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું હતું. હરભજને રેલવે મંત્રાલયને વહેલી તકે મુસાફરોને બચાવવાની અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ WTC Final મેચ ડ્રો જવાની સ્થિતીમાં કોણ બનશે ચેમ્પિયન? ભારત કે ઓસ્ટ્રેલિયા, જાણો શુ છે નિયમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો