ઝિમ્બાબ્વેમાં હાલમાં વર્ષના અંતમાં ભારતમાં આયોજન થનાર વનડે વિશ્વ કપ 2023 માટે ક્વાલીફાયર મુકાબલા ચાલી રહ્યા છે. 10 ટીમ વચ્ચે વનડે વિશ્વ ક્વાલીફાયરની મેચ ચાલી રહી છે જેનો ભાગ વેસ્ટ ઈન્ડીઝની ટીમ પણ છે. આ ક્વાલીફાયર ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડીઝ અને નેપાળ વચ્ચે 22 જૂનના રોજ મેચ રમાઈ હતી, જેમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમનો દબદબો રહ્યો હતો. ટીમે સંપૂર્ણ મેચમાં નેપાળની ટીમને ડોમિનેટ કર્યો હતો. નોંધપાત્ર છે કે આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીએ એક અવિશ્વસનીય કેચ કર્યો હતો, જે હવે ચર્ચામાં છે.
આ પણ વાંચો: ઓલિમ્પિક સંઘનો મોટો નિર્ણય, રદ્દ કરી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘની માન્યતા
નેપાળની ઈનિંગની 23મી ઓવર વેસ્ટ ઈન્ડીઝનો ઓફ સ્પિનર અકીલ હોસેન નાખી રહ્યો હતો. તેની ઓવરના પહેલા બોલ પર નેપાળનો બેટ્સમેન કુશલ મલ્લા સ્ટ્રાઇક પર હતો. કુશલે ઓવરના પ્રથમ બોલ પર મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લેગ સાઈડ પર મોટી હિટ ફટકારી હતી, એ શોટ માટે કુશલને પુરા 6 રન મળ્યા હોત, પણ બાઉન્ડ્રી પર કીસી કાર્ટીએ જબરદસ્ત કેચ કર્યો હતો.
કાર્ટીએ પહેલા બાઉન્ડ્રી પર બોલને પકડયો હતો, જ્યારે તેને લાગ્યુ કે તે બાઉન્ડ્રી રોપને પાર થઇ જશે તો તેણે બોલને હવામાં ઉછાળ્યો હતો. જે બાદ કાર્ટી બાઉન્ડ્રી પાર ગયો હતો. બોલ પણ હવામાં બાઉન્ડ્રીની બહાર જ હતો. એવામાં કીસી કાર્ટીએ બાઉન્ડ્રીની બહાર હવામાં જમ્પ કરીને બોલને બાઉન્ડ્રીની અંદર લાવ્યો હતો અને એક શાનાદાર કેચ કર્યો હતો. તેના કેચનો વીડીયો આઇસીસીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. કીસીના આ કેચની પ્રશંસા થઇ રહી છે.
નેપાળની ટીમે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એવામાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટમાં 339 રન બનાવ્યા હતા અને નેપાળ સામે 340 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. બીજી ઇનિંગમાં નેપાળ આખી 50 ઓવર રમી શકી ન હતી અને 49.4 ઓવરમાં 238 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી, જેના કારણે વેસ્ટ ઇન્ડીઝ 101 રનથી મેચ જીતી ગઇ હતી.