ટીમ ઈન્ડિયા (Team India) ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા પર ભારે પડી અને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં સફળ રહી. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી (Virat Kohli)પર હતી. કોહલીએ મેચની શરૂઆતમાં જ કંઈક એવું કર્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોહલીએ પોતાની શાનદાર ફિલ્ડિંગથી એવો કેચ લીધો કે બધા જોતા જ રહી ગયા.
ચેન્નાઈમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. બુમરાહની ઓવરમાં મિચેલ માર્ચ આઉટ થયો. બુમરાહની બોલ શાનદાર હતી પરંતુ આ બોલ પર કોહલી એ જે કેચ પકડ્યો તે લાજવાબ હતો. વિરાટે ચિત્તાની જેમ ચપળતા બતાવી અને ડાઇવ કરીને બોલને હવામાં પકડી લીધો. માર્શ પણ આ કેચ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જ્યારે કેએલ રાહુલ પણ કોહલીને જોતો રહ્યો. માર્શ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
Virat kohli Catch Status✨ #IndvsAus2023 #IndvsAus #indwinningstatus #ViratKohli #KLRahul #Jadeja pic.twitter.com/CwSH5nCqG2
— Prakash Edits (@Thekingworld14) October 8, 2023
માર્શ ઓસ્ટ્રેલિયાનો મુખ્ય બેટ્સમેન છે અને તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. આ વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ હતી જેમાં માર્શે રાજકોટમાં ત્રીજી ODIમાં 96 રનની ઈનિંગ રમી હતી. આ વર્ષે માર્ચમાં ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચમાં પણ માર્શે શાનદાર બેટિંગ કરી હતી અને પોતાની ટીમને મેચ જીતાડી હતી.
આ પણ વાંચો : Ravindra Jadeja : દિગ્ગજ અને ઈન્ફોર્મ સ્પિનરની હાજરી છતાં જાડેજાની બોલિંગનો ચાલ્યો જાદુ
મિચેલ માર્શ ત્રીજી ઓવર રમી રહ્યો હતો. જસપ્રીત બુમરાહ સામે હતો. બુમરાહે ઓવરનો ચોથો બોલ સારી લેન્થ પર ફેંક્યો હતો. બોલ મિચેલની બેટની બહારની કિનારી લઈને સ્લિપમાં ગયો. વિરાટ કોહલી ત્યાં જ ઊભો હતો. બોલ વિરાટની ડાબી તરફ હતો. વિરાટે ચિત્તાની જેમ ચપળતા બતાવી અને ડાઇવ કરીને બોલને હવામાં પકડી લીધો. માર્શ પણ આ કેચ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જ્યારે કેએલ રાહુલ પણ કોહલીને જોતો રહ્યો. માર્શ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
Published On - 12:14 pm, Mon, 9 October 23