Ravindra Jadeja : દિગ્ગજ અને ઈન્ફોર્મ સ્પિનરની હાજરી છતાં જાડેજાની બોલિંગનો ચાલ્યો જાદુ

|

Oct 09, 2023 | 10:41 AM

રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામે ભારતનો નંબર વન બોલર હતો. જાડેજાએ ધારદાર બોલિંગ કરી અને સૌથી વધુ 3 વિકેટ પણ લીધી હતી. સ્પિનર ​​તરીકે કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિનની હાજરી છતાં જાડેજાએ તેની પ્રતિભા સાબિત કરી હતી.

Ravindra Jadeja : દિગ્ગજ અને ઈન્ફોર્મ સ્પિનરની હાજરી છતાં જાડેજાની બોલિંગનો ચાલ્યો જાદુ
Ravindra Jadeja

Follow us on

રવિવારે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયાને હરાવી જીત સાથે ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો. ભારતની જીતમાં સ્પિનર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ ખાસ યોગદાન આપ્યું હતું.

બોલરોનું દમદાર પ્રદર્શન

બુમરાહે આપેલા પ્રારંભિક ઝટકા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમના સ્કોરબોર્ડને પચાસ રનને પાર પહોંચાડ્યું. પરંતુ ત્યારબાદ કુલદીપ યાદવે ડેવિડ વોર્નરને આઉટ કરી આ ભાગીદારી તોડી હતી. જોકે ખરું કામ ત્યારબાદ જાડેજાએ કર્યું હતું.

જાડેજાએ ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે લાવી દીધું

રવીન્દ્ર જાડેજાએ 10 બોલમાં ઓસ્ટ્રેલિયાને સંપૂર્ણપણે ઘૂંટણિયે લાવી દીધું. તેણે સ્ટીવ સ્મિથ જેવા અનુભવી બેટ્સમેનને બોલ્ડ કર્યો. તેની આગામી ઓવરના બીજા બોલ પર તેણે માર્નસ લાબુશેનને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. આ પછી, તે જ ઓવરમાં તેણે ખતરનાક બેટ્સમેન એલેક્સ કેરીને LBW કર્યો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જાડેજાએ એલેક્સ કેરીને ખાતું ખોલવાની તક પણ આપી ન હતી. આ પછી ઓસ્ટ્રેલિયન ટીમ સીધી નીચલા ક્રમમાં સરકી ગઈ. જાડેજાએ 10 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. જેમાં તેણે 2 ઓવર મેડન પણ ફેંકી હતી.

જાડેજાની બોલિંગની ખાસિયત શું છે ?

જાડેજાની બોલિંગમાં સૌથી મહત્ત્વનું પાસું તેનો આત્મવિશ્વાસ છે. તે એવા બોલરોમાંથી એક છે જે પોતાના પર વિશ્વાસ રાખે છે. તે દબાણમાં બોલિંગ કરતો નથી. તે પોતાના બોલની ઝડપ સાથે સતત પ્રયોગ કરતો રહે છે. છેલ્લા ઘણા સમયથી જાડેજા લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. જે સ્પિન બોલિંગના મામલે પ્રમાણમાં થોડો ઝડપી છે, પરંતુ આ તેની તાકાત છે.

જાડેજા ક્રીઝ પર ‘સ્પોટ’ પકડે છે અને પછી તેની આસપાસ સતત બોલિંગ કરે છે. એક ઓવરમાં એક જ વિકેટ પર સમાન 6 બોલ ફેંકવું કેટલું મુશ્કેલ છે. પણ જાડેજા ભટકતો નથી. તેની પાસે આ કામમાં નિપુણતા છે. આ છે જાડેજાની ‘ચોક્કસતા’.

અશ્વિન અને કુલદીપ સાથે શાનદાર બોલિંગ

કુલદીપ યાદવ અને આર અશ્વિને પણ શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપે બે અને અશ્વિને એક વિકેટ ઝડપી હતી. પરંતુ જાડેજા બંનથી આગળ રહ્યો હતો. વર્લ્ડ કપ પ્રથમ સ્પિનર ​​તરીકે કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ હતો. એશિયા કપ બાદ એક ઓફ સ્પિનર આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને તે પ્રથમ પસંદ બની ગયો.

આ પણ વાંચો : KL Rahul : હું સ્નાન કરી ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો જ ત્યારે, રાહુલે મેચ પછી આવું કેમ કહ્યું?

ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી હતી કે હવે કુલદીપ યાદવની સરખામણીમાં આર અશ્વિન સ્પિન કેપ્ટન તરીકે પ્રથમ પસંદગી હશે. કારણ કે આર અશ્વિન નીચલા ક્રમમાં કુલદીપ યાદવ કરતાં વધુ સારી બેટિંગ કરી શકે છે. એટલે કે ચર્ચા એ હતી કે ભારતીય ટીમ જે મેચમાં સ્પેશિયાલિસ્ટ સ્પિનર ​​ઉતારશે તેમાં આર અશ્વિન કે કુલદીપ યાદવ રમશે? પરંતુ જાડેજા અંગે કોઈ ચર્ચા થઈ નથી.

પ્રથમ સ્પિનર ​​તરીકે કુલદીપ હોય કે અશ્વિન, બીજા સ્પિનર ​​તરીકે રવીન્દ્ર જાડેજાને કોઈ રિપ્લેસ નહીં કરી શકે. અને હા, તે ટીમનો બીજો સ્પિનર ​​હોવાનું કહેવાય છે પરંતુ ઘણી વખત તે પહેલા સ્પિનરનું કામ કરે છે. ઓસ્ટ્રેલિયા સામે પણ તેણે આમ જ કર્યું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:22 am, Mon, 9 October 23

Next Article