World Cup 2023 : બાબર આઝમ એશિયા કપનો બદલો ભારતમાં પૂરો કરશે, શ્રીલંકાની હાર નિશ્ચિત !

|

Oct 10, 2023 | 7:22 AM

પાકિસ્તાનને વર્લ્ડ કપમાં પહેલી મેચમાં નેધરલેન્ડને હરાવી જીત સાથે વિશ્વ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે શ્રીલંકાની ટીમને પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવા પડ્યો હતો. હવે હૈદરાબાદમાં મંગળવારે પાકિસ્તાન અને શ્રીલંકાની ટક્કર થશે. એશિયા કપમાં સેમી ફાઈનલ બાદ બંને ટીમો વર્લ્ડ કપમાં ટકરાશે.

World Cup 2023 : બાબર આઝમ એશિયા કપનો બદલો ભારતમાં પૂરો કરશે, શ્રીલંકાની હાર નિશ્ચિત !
Pakistan vs Sri Lanka

Follow us on

ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં પાકિસ્તાન ક્રિકેટ ટીમે જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાન (Pakistan) ની ટીમે પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. હવે પાકિસ્તાનની ટીમ મંગળવારે તેની વર્લ્ડ કપ 2023ની બીજી મેચમાં શ્રીલંકા (Sri Lanka) નો સામનો કરશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

હૈદરાબાદમાં શ્રીલંકા અને પાકિસ્તાનની થશે ટક્કર

હૈદરાબાદના આ જ મેદાન પર પાકિસ્તાને પોતાની પ્રથમ મેચ રમી હતી. બાબર આઝમ કોઈપણ કિંમતે આ મેચ જીતવા ઈચ્છશે અને શ્રીલંકા પાસેથી બદલો લઈ શકે. પાકિસ્તાનની ટીમ કોઈપણ સંજોગોમાં આ મેચ ગુમાવવા માંગશે નહીં અને શ્રીલંકા સાથે જૂનો હિસાબ સરભર કરવાનો પ્રયાસ કરશે.

પાકિસ્તાનના બદલાનું એશિયા કપ કનેક્શન

એશિયા કપ 2023 નું યજમાન પાકિસ્તાન હતું, પરંતુ સુરક્ષાના કારણોસર એશિયન ક્રિકેટ કાઉન્સિલે મોટાભાગની મેચોનું આયોજન શ્રીલંકામાં કર્યું હતું. ભારત આ એશિયા કપનું વિજેતા બન્યું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. પાકિસ્તાનનો બદલો આ એશિયા કપ સાથે જોડાયેલો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

એશિયા કપમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું

14 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. એશિયા કપમાં સુપર-4ની આ મેચમાં જીતનાર ટીમ ફાઈનલમાં ભારત સામે ટકરાઈ હતી. આ મેચમાં વિજય પાકિસ્તાનને ફાઇનલમાં ટિકિટ અપાવી શક્યું હોત અને તે ત્રીજી વખત એશિયા કપ જીતવાનું સપનું જોઈ શકતું હતું, પરંતુ શ્રીલંકાએ તેનું સપનું તોડી દીધું હતું. આ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ ડકવર્થ લુઈસ નિયમના આધારે પાકિસ્તાનને બે વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો : NZ vs NED: વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે ન્યુઝીલેન્ડની 99 રને જીત, સેન્ટનરે રચ્યો વિક્રમ

બાબર પાસે ભારતમાં હારનો બદલો લેવાની તક

હવે પાકિસ્તાની ટીમ પાસે એશિયા કપની હારનો બદલો લેવાની તક છે. બાબર ભારતમાં શ્રીલંકાના હાથે મળેલી હારનો બદલો લેવાનો પ્રયત્ન કરશે. આ મેચમાં પાકિસ્તાનનો હાથ ઉપર છે કારણ કે તેના ખાતામાં એક જીત છે. પરંતુ બાબર શ્રીલંકાને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. શ્રીલંકાને તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ હરાવ્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article