3 સપ્ટેમ્બરથી અમદાવાદ IND vs PAK મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ થશે શરુ, જાણો ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ
India vs Pakistan World cup 2023 : 4 ઓક્ટોબરે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ મેચની માટેની ઓનલાઈટ ટિકિટ બુકિંગની પ્રક્રિયા આવતીકાલે 3 સપ્ટેમ્બરથી શરુ થશે. ચાલો જાણીએ કે આ મેચ માટે ટિકિટ બુકિંગ કયાંથી, કઈ રીતે અને કેવી રીતે કરવી.
Ahmedabad : એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર બાદ બીજા જ દિવસે ફેન્સ વચ્ચે વર્લ્ડ કપની ધમાકેદાર મેચની ટિકિટ ખરીદવા પડાપડી શરુ થશે. 14 ઓક્ટોબરે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ રમાશે.
આ મેચ માટેની ઓનલાઈટ ટિકિટ બુકિંગની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરથી શરુ થશે. ચાલો જાણીએ કે આ મેચ માટે ટિકિટ બુકિંગ કયાંથી, કઈ રીતે અને કેવી રીતે કરવી.
વર્લ્ડ કપ 2023 મેચની ટિકિટ બુક કરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ
ICC ની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર લોગ ઇન કરો
દેશના રાષ્ટ્રધ્વજ પર ક્લિક કરીને ‘ભારત’ પસંદ કરો.
તે મુજબ ટિકિટ બુક કરવા માટે સ્થળ ફિલ્ટરનો ઉપયોગ કરો.
તમે તમારા માટે જે ટિકિટ ખરીદવા માંગો છો તે મેચ પસંદ કરો
Book My Show તમને ટિકિટ લેવાની લાઈનમાં ઉમેરશે. અહીં રિફ્રેશ બટન દબાવશો નહીં કારણ કે તેનાથી તમે પ્રોસેસમાંથી બહાર થઈ જશે અને ફરીથી ટિકિટની લાઈનમાં દાખલ થવા માટે તમારે પહેલાનાં બધાં પગલાં ફરીથી કરવા પડશે.
ETA સુધી રાહ જુઓ. વેબસાઇટ તમને સ્ટેડિયમ લેઆઉટ પર રીડાયરેક્ટ કરશે. ત્યાં તમે અલગ-અલગ કિંમતની શ્રેણી અનુસાર તમારી પસંદગીની ટિકિટ પસંદ કરી શકો છો.
તમારું નામ, સરનેમ, ડિલિવરી વગેરે અને અન્ય વ્યક્તિગત વિગતો ઉમેરો.
તમને પેમેન્ટ માટેનો રસ્તો નિર્દેશિત કરવામાં આવશે. તમારી પસંદગીની પદ્ધતિનો ઉપયોગ કરીને તમારી ચુકવણી પૂર્ણ કરો.
Book My Show તરફથી મેચની ટિકિટો સાથે કન્ફર્મેશન મેઇલ માટે તમારું ઇનબોક્સ તપાસો.
પ્રીમિયમ સ્યુટ્સ – લેવલ 5 અને રિલાયન્સ એન્ડ બોક્સ ટિકિટ્સ: 75,000
પ્રેસિડેન્શિયલ સ્યુટ્સ: 1,00,000
આવો હતો વર્લ્ડ કપ મેચની ટિકિટ બુકિંગનો કાર્યક્રમ
25 ઓગસ્ટથી ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપની ટિકિટનું બુકિંગ શરુ થયુ હતુ. મોટા ભાગના ભારતીય ક્રિકેટ ફેન્સ ભારતની મેચની ટિકિટ લેવા માટે કલાકો સુધી વેબસાઈટ પર પ્રયત્નો કરી રહ્યા છે. ભારત-પાકિસ્તાનની મેચ સિવાય ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની મેચને લઈને પણ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.