ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ODI શ્રેણીની બે મેચમાં બહાર થઈ ગયો હતો. ત્યારે તેનું કારણ ટીમ થઈ રહેલ પ્રયોગોને જણાવવામાં આવ્યું હતું, જેમાંથી ટીમ ઈન્ડિયા (Team India) પોતાના કેટલાક સવાલોના જવાબ શોધી રહી હતી. આ શ્રેણી પછી, એવું કહેવામાં આવ્યું હતું કે હવે વધુ પ્રયોગો કરવામાં આવશે નહીં અને એશિયા કપમાંથી તે જ પ્લેઇંગ ઇલેવનને મેદાનમાં ઉતારવામાં આવશે, જે વર્લ્ડ કપ (World Cup 2023)માં પણ ટાઇટલ સુધી પહોંચશે.
હવે એવું લાગે છે કે ટીમ ઈન્ડિયાને હજુ પણ તે જવાબો મળ્યા નથી જે તે શોધી રહી હતી કારણ કે કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે કોઈપણ ખેલાડીની પસંદગી હજુ પણ સ્વયં સંચાલિત નથી અને તે એશિયા કપમાં દબાણ અને તણાવ ભરી સ્થિતિમાં રમી શકતા કેટલાક ખેલાડીઓના વધુ સારા પ્રદર્શનને જોવા માંગે છે.
Rohit Sharma speaks about an unresolved concern for India ahead of #CWC23 👀https://t.co/4J4njbIWGX
— ICC (@ICC) August 10, 2023
એશિયા કપ પહેલા આરામ કરી રહેલા કેપ્ટન રોહિત શર્માએ ગુરુવાર, 10 ઓગસ્ટના રોજ એક કાર્યક્રમ દરમિયાન ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ અને એશિયા કપ માટેની તૈયારીઓ અને સંભાવનાઓ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન રોહિતે સ્વીકાર્યું કે કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપ માટે હજુ ટીમની પસંદગી કરવામાં આવી નથી અને કેટલાક ખેલાડીઓની પસંદગી નિશ્ચિત છે, પરંતુ રોહિતે સ્પષ્ટ કર્યું છે કે કેપ્ટન સહિત કોઈપણની પસંદગી આપોઆપ થશે નહીં.
શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની ઈજાના કારણે ટીમ ઈન્ડિયા મિડલ ઓર્ડરમાં બેટ્સમેનોની પસંદગી માટે સંઘર્ષ કરી રહી છે. જો બંને ફિટ થઈ જાય તો તેમની પસંદગી લગભગ નિશ્ચિત છે. નહીં તો સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસન વચ્ચે પસંદગીને લઈ સ્પર્ધા થશે. જોકે, રોહિતે સ્પષ્ટ કર્યું કે કોઈની જગ્યા કન્ફર્મ નથી. ભારતીય કેપ્ટને તો ત્યાં સુધી કહ્યું કે તેની પસંદગી પણ ઓટોમેટિક નથી. તેણે સ્પષ્ટ કર્યું કે ટીમ ઈન્ડિયામાં કોઈના સ્થાનની ખાતરી નથી અને કોઈને એમ ન કહી શકાય કે તમે રમશો. રોહિતે એમ પણ કહ્યું કે પસંદગીની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવશે પરંતુ દરેકને પોતાની જગ્યા માટે લડવું પડશે, પછી તે ટોપ ઓર્ડર હોય કે લોઅર ઓર્ડર.
Rohit Sharma said, “no one is an automatic selection, even I’m not. We have this thing where nobody is guaranteed a spot”. pic.twitter.com/8XiUieLUnQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 10, 2023
એટલું જ નહીં, રોહિતે પણ પ્રયોગો ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. રોહિતે કહ્યું કે ટીમ જીતવા માંગે છે પરંતુ તેમ છતાં અમને ઘણા સવાલોના જવાબની જરૂર છે. ભારતીય કેપ્ટને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને સીધો સંદેશ આપ્યો કે તે એશિયા કપમાં સારી ટીમો સામે દબાણમાં બેટ્સમેનોને બેટિંગ કરતા જોવા માંગશે.