
ઓસ્ટ્રેલિયાના હેડ કોચ જસ્ટિન લેંગર (Justin langer) એ શુક્રવારે પોતાના પર પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી જસ્ટિન લેંગર અને ખેલાડીઓ વચ્ચે અનબનના સમાચાર આવી રહ્યા હતા અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) બોર્ડ જલ્દી તેના પદ પરથી દુર કરી દેશે. લેંગરના રાજીનામા બાદ એક પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ તેનું સનર્થન કર્યું નથી અને પુર્વ ખેલાડીઓને આ વાત ગમી નથી રહી. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ મેથ્યું હેડન (Matthew Hayden) ને બાદ કરતા મિચેલ જોનસને આ મુદ્રાને લઇને ખેલાડીઓ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આલોચના કરી છે.
જસ્ટિન લેન્ગરના કોચના કાર્યકાળ દરમ્યાન હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમે એશિઝ સીરિઝ 4-0થી પોતાના નામે કરી હતી. તો ગત વર્ષે રમાયેલ ટી20 વર્લ્ડ કપ પણ પોતાના નામે કર્યો હતો. જોકે તેની કોચિંગ સ્ટાઇલથી ખેલાડીઓ ખુશ ન હતા. ખાસ કરીને ટેસ્ટ ટીમના નવા સુકાની પેટ કમિન્સ. એવામાં એ વાતનો અંદાજો પહેલાથી લગાવી લેવામાં આવ્યો હતો કે જસ્ટિન લેન્ગર બહુ લાંબુ ટકી નહીં શકે.
હેડને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓની આલોચના કરી
મેથ્યૂ હેડને એ વાતથી નારાજગી થઇ કે ખેલાડીઓએ તેનો સાથ આપ્યો નહીં. તેણે કહ્યું, ‘એબીસી સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું, જો તે (લેન્ગર) હાલની ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પાસેથી એ આશા રાખી રહ્યા છે કે તે તેમનો સાથ આપે તો હું એ કહેવાની હિંમત કરૂ છું કે આ ખેલાડીઓ એવા નથી. આ કેસમાં આ સૌથી મોટા દુખની વાત છે.
ટિમ પેનના હટ્યા બાદ પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયા ટીમનો સુકાની બનાવી દેવામાં આવ્યો છે. પણ તેણે જસ્ટિન લેન્ગરનું સમર્થન કરવાની જગ્યાએ તેની સ્થિતિનું અવલોકન કરવાની માંગ કરી. હેડને કમિન્સની આલોચના કરી, અને કહ્યું કે તે એ ખેલાડીઓમાનો એક છે તેણે લેન્ગરની કોચિંગ પદ્ધતિને લઇને ચિંતા વ્યક્ત કરી હોય. પોતાના સમયમાં ટેસ્ટ ટીમમાં લેન્ગર સાથે ઓપનિંગ કરનાર બેટ્સમેને કહ્યું કે, ‘આ બરોબર નથી થઇ રહ્યું. આ એજ માણસ છે જેણે એશિઝ જીતવા માટે ટીમને મદદ કરી હતી. જો હું આવી ક્ષમતા ધરાવતો હોત તો લેન્ગર પોતાનો કાર્યકાળ બચાવી શક્યા હોત. હું કોઇ પણ પ્રકારે તેને રોકી શકવા માટે પ્રયાસ કરતો.’
આ પણ વાંચો : IND vs WI: રોહિત શર્માએ સિરીઝ પહેલા કેમ કહ્યું , કે મને અને ધવનને ટીમમાંથી ‘બહાર’ કરી દેવા જોઈએ?
આ પણ વાંચો : U19 World Cup: ઈંગ્લેન્ડના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, ફાઈનલમાં સાવધાન રહેવું પડશે!
Published On - 7:25 pm, Sat, 5 February 22